અર્થતંત્રના ‘અ’ સાથેય જે આમ આદમો-ઈવોને બાર ગાઉનું છેટું હોય, એમના કાન પર સતત એક વાક્યનો પ્રહાર કરાય છે, યા તો એમ કહો કે એ વાક્ય સતત બ્લેકમેઇલિંગની ભાષામાં વપરાય છે; અર્થતંત્ર તાજુંતમ રાખવા માટે પૈસો સતત ફરતો રહેવો જોઈએ. પરંતુ બિલ્યન ડોલર ક્વેશ્ચન એ કે, જનસામાન્યની તન વત્તા મન-દુરસ્તીનું...
૩૧ મેના દિવસે ‘ધ સ્કૂલ ઓફ લાઇફ’ યુટ્યૂબ ચેનલ એક વિડીયો અપલોડ કરે છે: શા માટે બેશુમાર લોકો લેખક બનવા માગે છે? ઈન્ટરનેટ પર સામાજિક તથા અન્ય ઈ-ઠેકાણા પર આશરે એકાદ દાયકામાં આશ્વર્યજનક રીતે લેખક થવાની ઈચ્છા ધરાવનારા લોકોની વધેલી તાદાદ જોઈને આ પ્રશ્ન ઊઠવો વાજબી છે. પ્રથમ કારણ ઈન્ટરનેટ...
૧૯૬૦ અને ૧૯૭૦ ના દાયકા દરમિયાન લેટિન અમેરિકાનાં થર્ડ વર્લ્ડ કંટ્રી કહેવાતા આર્જેટિના, કોલંબિઆ, બ્રાઝિલ, ચિલી અને પેરુ જેવા દેશોની રાજકીય અને સામાજીક પરિસ્થિતિથી અસર પામીને જન્મેલી સાહિત્ય ચળવળ, ‘લેટિન અમેરિકન બૂમ’એ એક નવાં પ્રકારની કથાશૈલીને પોષણ આપેલું જે આજે ‘મેજિક રિઅલિઝમ’ નામે જાણીતી છે. ‘મેજિક’ માને જાદૂ અને ‘રીઅલિઝમ’...
શરૂઆત સાવ સરળ અને સ્પષ્ટ સવાલોથી કરીયે. ‘પ્રયાગરાજ’ કે પછી ‘કર્ણાવતી’ જેવા શબ્દમાં ખરાબ શું છે? જે જગ્યા માટે આ શબ્દો વપરાય છે, એમાં અસંબદ્ધ બાબત કઈ? રાજકારણ પોતાની જગ્યાએ છે. કોઈ સ્થળનું નામ બદલાય કે બદલાવનો વિરોધ થાય, એની પાછળ પોલિટિકલ મોટિવ રહેલો હોય એ સમજી શકાય. પરંતુ સંસ્કૃત...
મોડર્ન કલ્ચર અને તેનાં કારણે બદલાતી ટેવોએ મનુષ્યજીવન અને સમગ્ર માનવસભ્યતા પર શું અસર કરી છે તે મુદ્દા પર કમેન્ટ કરતી ઘણી વાર્તાઓ લખાઈ છે. ‘ફાઇટક્લબ’ મૂવિ અને ‘મિસ્ટર રોબોટ’ ટીવી સીરિઝનાં નાયકો મનિ-ફૉકસ્ડ કન્સ્યૂમરિઝમ સામે જંગે ચડે છે જ્યારે ‘સેવન’ જેવી મૂવિમાં ખલનાયક માણસના સ્વભાવની મૂળભૂત બદીઓ – લોભ,...
૨૦૧૫માં ગૂગલે, તો છેક ૨૦૧૨માં જ માઇક્રોસોફ્ટે પોતાનો લોગો બદલી નાખ્યો હતો. નીચે બંને ટેક-જાયન્ટ કંપનીઓનાં નવા અને જૂના લોગો જૂઓ. ટીવી, ટેલિફોન, રેડિયો, ઘડિયાળ, કેમેરા ઇત્યાદિ જેવી વર્ષો પહેલાની ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટને આજના યુગની પ્રોડક્ટ સાથે સરખાવો. (અલબત્ત આ દરેક ચીજો આજે સારી ગુણવત્તાના સ્માર્ટફોનમાં આરામથી સમાઈ ગઈ છે!) એક...
દર મહિને નિયમિત અંક મેળવવા માટે ‘પંખ’ના સબસ્ક્રાઇબર બનો.