આંગળાની છાપ – રાજુલ ભાનુશાલી

અછાંદસ પદ્ય 4461

એ મા ની આંખો

ત્યારે

કારણ વગર તરલ થઈ જાય છે!

જ્યારે,

શહેરમાં રહેતા દિકરાની આંખો

પિત્ઝાના રોટલાની કોર પર આંગળાની છાપ જોવા મથે છે..!

 

  • રાજુલ ભાનુશાલી

 

 

'પંખ' e-magazine

'પંખ' e-magazine

‘પંખ’ જૂના સાહિત્યને સાથે રાખીને નવા સાહિત્યને પોંખતું ને અલગ-અલગ ફીલ્ડમાં કામ કરતા ગુજરાતી યંગસ્ટર્સનું એક ગ્રુપ છે. ટીમમાં અમુક ડોક્ટરો છે, અમુક એન્જીનીયરો છે. અમારા વચ્ચે એક વાત કોમન છે : ગુજરાતી હોવાનું ગૌરવ.

Made with by cridos.tech