એમ એ  ઉભા  છે પ્હેરી ઘરચોળું,  હું બેઠો હૈયે ઉછેરી ઘરચોળું. – શૈલેષ પંડ્યા ‘નિશેષ’

ગઝલ પદ્ય 4070

એમ એ  ઉભા  છે પ્હેરી ઘરચોળું, 

હું બેઠો હૈયે ઉછેરી ઘરચોળું.

.

રાત આખી ચાંદ ઓઢીને આવી, 

ચાંદનીમા જાણે વેરી ઘરચોળું. 

.

સ્પર્શ એ રીતે મુકી ગ્યા શ્વાસોમાં,

લ્યો, હથેળીમાં ઉમેરી ઘરચોળું. 

.

રાત નાગણ થઈને ડંખે છાતીએ, 

અંગ ભીંસે કેવું ઘેરી ઘરચોળું. 

.

ચાર કાંધે એ સુતુ  સન્નાટો થઈ, 

શ્ચાસના તારાને ખેરી ઘરચોળું. 

.

હાથ જોડી સૌ ઉભા થયા એ રીતે,

ઘરનું મારા બસ વિખેરી ઘરચોળું.

.

  • શૈલેષ પંડ્યા ‘નિશેષ’

 

 

'પંખ' e-magazine

'પંખ' e-magazine

‘પંખ’ જૂના સાહિત્યને સાથે રાખીને નવા સાહિત્યને પોંખતું ને અલગ-અલગ ફીલ્ડમાં કામ કરતા ગુજરાતી યંગસ્ટર્સનું એક ગ્રુપ છે. ટીમમાં અમુક ડોક્ટરો છે, અમુક એન્જીનીયરો છે. અમારા વચ્ચે એક વાત કોમન છે : ગુજરાતી હોવાનું ગૌરવ.

Made with by cridos.tech