એ સંધિને સમાસ, તને સાંભરે કે નહિ? બે નામ, એક પ્રાસ, તને સાંભરે કે નહિ? – શીતલ ગઢવી

ગઝલ પદ્ય 3940

એ સંધિને સમાસ, તને સાંભરે કે નહિ?

બે નામ, એક પ્રાસ, તને સાંભરે કે નહિ?

.

સીધા ચડાણ બાદ કબૂલાત પ્રેમની,

બચપણનો એ પ્રવાસ, તને સાંભરે કે નહિ?

.

ને સ્ત્રોત લાગણીનો થઈ કો’ ઝરણ સર્યું,

છલકી ગયા બે શ્વાસ, તને સાંભરે કે નહિ?

.

સ્પર્શે ફરી વળ્યાં’તા ન્યૂટનના બધાં નિયમ,

વિજ્ઞાનનો એ તાસ, તને સાંભરે કે નહિ?

.

શાળા છૂટ્યા પછીય ન સીધાં ઘરે જવું,

થઈ’તી ઉલટ તપાસ, તને સાંભરે કે નહિ?

 

– શીતલ ગઢવી

'પંખ' e-magazine

'પંખ' e-magazine

‘પંખ’ જૂના સાહિત્યને સાથે રાખીને નવા સાહિત્યને પોંખતું ને અલગ-અલગ ફીલ્ડમાં કામ કરતા ગુજરાતી યંગસ્ટર્સનું એક ગ્રુપ છે. ટીમમાં અમુક ડોક્ટરો છે, અમુક એન્જીનીયરો છે. અમારા વચ્ચે એક વાત કોમન છે : ગુજરાતી હોવાનું ગૌરવ.

Made with by cridos.tech