રોટલાની સુગંધ – રાજુલ ભાનુશાલી

અછાંદસ પદ્ય 3920

આજે આઠવાળી ગાડીનું રિઝરવેશન હતું,

મા ભાતું બનાવી રહી હતી.

એ ચુપચાપ રાંધણીયામાં જઈને ઉભો રહ્યો..

“અબઘડી થઈ જાશે હો ભઈલા” બોખું મોં બોલ્યું.

અને 

કરચલીવાળા  હાથ ઝટપટ ચાલવા લાગ્યા..

હસીને બહાર નીકળ્યો,

ને 

ઝડપભેર 

હાથમાં પકડી રાખેલી 

કાચની શીશીનું બુચ બંધ કરી દીધું..

ઝડબેસલાક!

રખેને 

એક પળનોય વિલંબ થાય

અને

શીશીમાં પેસી ગયેલી,

માના હાથે શેકાતા રોટલાની સુગંધ

પાછી વળી જાય..!

 

  • રાજુલ ભાનુશાલી

 

 

'પંખ' e-magazine

'પંખ' e-magazine

‘પંખ’ જૂના સાહિત્યને સાથે રાખીને નવા સાહિત્યને પોંખતું ને અલગ-અલગ ફીલ્ડમાં કામ કરતા ગુજરાતી યંગસ્ટર્સનું એક ગ્રુપ છે. ટીમમાં અમુક ડોક્ટરો છે, અમુક એન્જીનીયરો છે. અમારા વચ્ચે એક વાત કોમન છે : ગુજરાતી હોવાનું ગૌરવ.

Made with by cridos.tech