લિરિક્સમાં કવિતા હોય કે..?

આસ્વાદ ગદ્ય 4237

ટાઈટલ માં પુછેલા ફાલતુ સવાલનો એક જ જવાબ છે ‘ના’. જો તમે શોધતા ફરો હન્નીડાની બોટલમાં કે બાદશાહના બાબુમાં, કે બોમ ડિગીથી લઈને દે ઠોક રીતે સો કોલ્ડ રીક્રીએટ થતા અને થયે જ જતા સોંગ્સમાં! જવાહર બક્ષીએ કીધું છે એમ,

 ભાંગ્યો-તૂટ્યો અક્ષર છું, સહુ સંકેતના ચહેરા ઉપર હું ઝીણું ઝીણું ઝળહળું,

શબ્દાંધતાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું?

હા, લિરિક્સ સાથે એના મ્યુઝિકને છંછેડો તો સારા સોંગ્સને મહામહેનતે તમે ફાલતુ બનાવી શકો અને બને પણ છે. 

અગ્રી કે આજે બનતા મોટા ભાગના સોંગ્સ ઠાપચીક – ઠૂપચીકના જોરે (બેબી કો બેઝ પસંદ હૈ ના! કૌન કમબખ્ત લિરિક્સ કે લિયે સોંગ સુનતા હૈ?!) ચાલે છે. પણ છે ખરા કોઈ? જે આ દુષ્કાળમાં (થોડા તો થોડા પણ ભીંજાઈ જવાય એટલા તો ખરા) છાંટા આપે? તો હા!

પ્રોવાઈડેડ તમે શોધો એને – બબલી કી ગરદન કે ટેટુમેં (વરુન ગ્રોવર), ચાંદ પે ડાલી હુઈ રોટી કી ચાદર મેં (પિયુષ મિશ્રા), ઈશ્ક કે નમક મેં (ગુલઝાર), દુધો કી મલાઈ મેં (અમિતાભ ભટ્ટાચાર્ય), રોશની કે પાંવમેં પડી બેડીયો મેં (તનવીર ગાઝી), કે ફળીયાની કાંકરીઓમાં (મિલિન્દ ગઢવી)  

ઝરા ગૌર સે દેખના પડે, પર મીલતે હૈ ઝરૂર…

હા, આ ‘આજ-કાલ’ એટલે 21મી સદીની વાત.

(શીટ! હવે ‘પાની મેં જલતે ચિરાગ’, ‘અંધા કૂવા, બંધ ગલી’ કે ‘ભસ્મ ના હો સકા વોહ લમ્હા’ ની વાત નહીં થઈ શકે… કે ના તો ઉન પતઝડ કે પત્તો કી જો પેડો સે ઉતરે થે… જો દિલ થે! દિલ થે! દિલ દિલ થે!) બાકી પહેલાના લોકો થોડુ સ્ટાન્ડર્ડ રાખતા, એટલે વો ફિર કભી. લિરિક્સ બે પ્રકારે ગમી શકે. એક તો એ જે સિચ્યુએશન કે ટ્યુન પર ઇન્ટેલિજન્ટલી મુકાયા હોય. બીજા જે પોતેજ પોએટીક એક્સપ્રેશન હોય.

લેટ્સ ડિગ ડાઉન વીથ સમ એકઝામપલ્સ…

‘નશે સી ચઢ ગઈ’ માં જયદીપ સહાનીનો કમાલ જુઓ..

 उड़ती पतंग जैसे

मस्त मलंग जैसे

मस्ती सी चढ़ गयी

हमको तुरंत ऐसे

लगती करंट जैसे

निकला वारंट जैसे

अभी अभी उतरा हो

नेट से टोरेंट जैसे!

ભલે ટોરેન્ટ પર હવે રિસ્ટ્રીક્શન હોય, ઇનપે બિલકુલ નહીં હૈ!

ને આગળ પણ.. 

खुलती बसंत जैसे, धुलता कलंक जैसे

दिल की दरार में हो, प्यार का सीमेंट जैसे

अखियों ही अखियों में जंग की फरंट जैसे

मिल जाए सदियों से अटका रिफंड जैसे!

દિલ કી દરાર મેં પ્યાર કા સિમેન્ટ ઔર અટકે રિફંડ જેવા તરો-તાઝા અને કૉમન મેનની લાઈફ સાથે જોડાયેલા શબ્દો ગીતકાર ગોઠવી જાણે.  

સેમ ઇસ ધ કેસ વિથ કૌસાર મુનિર ઇન પેડમેન..

 ओ.. तेरे कंधे का जो तिल है

तेरे सीने में जो दिल है

तेरी बिजली का जो बिल है

आज से मेरा हो गया

ओ मेरे ख्वाबों का अम्बर

मेरी खुशियों का समन्दर

मेरे पिन कोड का नम्बर

आज से तेरा हो गया

 સિમેન્ટ, રિફંડ, બીજલી કા બિલ અને પિન કોડ કા નંબર!

 એજ રાહ પર ‘ક્રીમી’ કંગના પર વાયુએ ચોકલેટ જેમ પાથરેલું ‘બન્નો તેરા સ્વેગર’ (ડોન્ટ વરી, ઘણા હજુસુધી સ્વેટર જ સમજે છે!) તથા અન્વિતા દત્તે એજ ફ્લેવરથી ટોપીંગ કરેલું ‘લંડન ઠુમકદા’!

 લંડન પરથી યાદ આવતું ઇર્ષાદ કામિલનું..

 सुंदर हो, सुशीला, रंग चांदी सा चमकीला,

डिग्री भी हो फैशन भी जाने,

हो सीता जैसी नारी और जाने दुनिया दारी,

पिया को सब कुछ ही वो माने

दिल से दिल्ली हो वो धडकन से हो लंडन 

ढूंढू में ढूंढू मेरे ब्रदर की दुल्हन

 અને જાવેદ અખ્તરનું..

 रंजिश का चला था फव्वारा,

फूटा जो ख्वाब का गुब्बारा,

तो फिरता हूँ मैं..

लंदन, पेरिस, न्यू यॉर्क, LA,

सेन फ्रांसिस्को  

दिल में मेरे है दर्द-ए-डिस्को

 

હવે અમિતાભ ભટ્ટાચાર્ય તો આ લાઇનમાં માસ્ટર ડીગ્રી ધરાવે પાછા.

શરુઆતના દિવસોમાં જ ‘ઓમ દર બદર’ સ્ટાઇલમાં લખે છે:

 

ये दिल पिघला के साज़ बना लूँ,

धड़कन को आवाज़ बना लूँ,

smoking smoking निकले रे धुंआ 

सीने में जलती है अरमानों की अर्थी

अरे what to tell you darling क्या हुआ

हाय सपने देखे जन्नत के

पर मिटटी में मिल जाएँ..

तौबा तेरा जलवा, तौबा तेरा प्यार,

तेरा इमोसनल अत्याचार!

 

 આને કહેવાય નવ્વી બોટલમાં જુન્નો દારૂ! સેમ કારણથી બદતમીઝ દિલનાં જીબરીશ બોલ પણ મજા કરાવે..

 

 पान में पुदीना देखा, नाक का नगीना देखा

चिकनी चमेली देखी, चिकना कमीना देखा

चाँद ने चीटर होके चीट किया तो

सारे तारे बोले गिल्ली गिल्ली आक्का

 (पा परा परा …. LOL!)

 

અને દંગલનાં ‘હાનિકારક બાપુ’ એટલે સોશિયોલોજીને ચાઇલ્ડ સાયકોલોજી થી સ્માઇલોલોજી (લે લો જી, ફ્રી હૈ!) સુધી પહોંચતું ઇસ્માર્ટ પ્લેસમેન્ટ!

 અને  વાત એનીજ હોય તો જરા આ જુઓ:

 हम तो हैं कबुतर, दो पहियों का एक स्कूटर,

जिंदगी.. 

जो धक्के दो तो चले 

अरे किस्मत की हैं कड़की,

रोटी, कपडा और लड़की तीनो ही

पापड़ बेलो तो मिले

ये भेझा गार्डन हैं 

और टेंशन माली हैं

मन का तानपुरा फ्रस्ट्रेशन में छेड़े एक ही राग 

राग.. राग.. भाग!

 

વરુણ ગ્રોવર કા મુરા 

फ्रसटीयाओं नही मुरा, नरभसाओ नही मुरा

फ्रसटीयाओं नही मुरा, नरभसाओ नही मुरा

एनीटाईम मूडवा को, एनीटाईम मूडवा को

अपसेट्टाओ नही मुरा

जो भी रोंग्वा है उसे 

सेट राईटवा करो जी 

नाही लूजिये जी होप

थोडा फाईटवा करो जी 

थोडा फाईटवा करो जी, मुरा..

 યસ, હન્ટર પણ!

જરા જુદા ટેસ્ટ પર જઈએ તો ક્યારેક H2SO4 માં, તો ક્યારેક મીઠુડા દેશી ગોળમાં જાબોળેલી કલમે લખતા પ્રસુન જોશી મળે.

चेहरे की किताबें हैं,

हम वो पढ़ने आते है

यह सूरत तेरी मेरी,

मोबाइल लाइब्ररी

यारों की ईक्वेशन हैं,

लव मल्टिप्लिकेशन हैं,

जिसने दिल को जीता हैं

वो आल्फा हैं थीटा हैं!

કે પછી;

तुझे क्या गम तेरा रिश्ता

गगन की बांसुरी से है

पवन की गुफ्तगू से है

सूरज की रोशनी से है

उड़ियो ना डरियो

कर मनमानी मनमानी मनमानी

बढ़ियो ना मुड़ियो कर नादानी

ऐ मसक्कली मसक्कली..!

 

ઔર આગે આતે હૈ ઇન સબમેં મહાન, અલ્ફાઝો કે તુફાન, 

હિન્દીના ફ્લોર પર ઉર્દુની જાજમ, ગુલઝાર-એ-આઝમ.

જે કોઇનો હાથ ઝાલીને, રેખાઓ જોતા ભવિષ્ય ભાખે કે..

सभी कुछ है कन्या

लकीरों में;

लेकिन लगन तो नहीं है,

तू लक्की लगती है!

 धीरे-धीरे जरा दम लेना,

प्यार से जो मिले गम लेना,

दिल पे जरा वो कम लेना,

Ok जानू! तू धिन धिन ना

 (ना समझ सी एक लड़की

पुरे दिन की चोर निकली,

दे गयी माथे पे रख के

शाम के सूरज की तितली! 

આટલું જો સાથે સાથે મનમાં ના વાગીજાય તો નક્કામા એવા કાન જાનુ)

 અથવા તો ઢેન ટેણએએન..

 कोई चाल ऐसी चलो यार, अब के समंदर भी पुल पे चले

फिर तू चले उसपे, या मैं चलूं, शहर हो अपने पैरों तले

कहीं खबरें हैं, कहीं कबरें हैं,

जो भी सोये है कब्रों में.. उनको जगाना नहीं..

आजा आजा दिल निचोड़े…

 

આ બધાજ ગીતમાં એક વાત કોમન છે, અને એ છે ‘ફ્રેશ એક્સપ્રેશન ઓફ ઇમોશન’. લાગણીઓ તો વર્ષોથી છે એટલી જ છે પણ એને વ્યક્ત કરવાની રીતો બદલાતી રહે તો કવિતા નજીક પહોંચે. 

આજ છે ઘણી વખત કહેવાયેલી વાતને નવી રીતે કહેવાની કળા, વિજ્ઞાન અને અંતે એટલેજ વાણિજ્યનો સેક્સી સમન્વય! 

ધારોકે અહમદ ફરાઝે 80’sમાં શેર કહેલો કે..

रंजिश ही सही, दिल ही दुखाने के लिए आ,

आ फिर से मुझे छोड़ के जाने के लिये आ

 

હવે આ જ વાત જાવેદ અખ્તર આજે કઈ રીતે કહે? તોકે..

એક દીવાના થા, જો કેહતા થા અપની (હો)સાના સે :

 दिल होते जो मेरे सीने में दो,

दूसरा दिल भी मैं तुम्हे देता तोड़ने को!

 આતો વાત થઈ એવાં લિરિક્સની કે જે મગજને ટિકલ કરે.

ધ્યાનથી, પહેલા દિમાગ અને પછી પેન ઘસીને લખાયેલા.

 તો બીજા? પેલા પોતેજ પોએટિક એક્સપ્રેશન હોય એ વાળા?

 

વો..  

વો અભી અપુન નેક્સટ ટાઇમ બતાયગા.

 

નેતિ-નેતિ

गोली मार भेजे में,

के भेजा शोर करता है!

 ગુલઝાર

 

Akshay Dave (અક્ષય દવે)

Akshay Dave (અક્ષય દવે)

Made with by cridos.tech