સ્મિત જેતારલાં બે ચાર પાડી મોકલે, ચાંદની એ રાત આખી મોકલે. – અલ્પા વસા

ગઝલ પદ્ય 4016

તારલાં બે ચાર પાડી મોકલે,

ચાંદની એ રાત આખી મોકલે.

.

માગું હું તો ના ન પાડે એ કદી,

હોય ના પાસે તો માગી મોકલે.

.

સ્મિત જે આપે છે મને જાહેરમાં,

આંસુની એ ભેટ છાની મોકલે.

.

ખ્યાલ મારી ઊંઘનો છે કેટલો!

સોલણાં એ પોતે જાગી મોકલે.

.

પાથરીને સેજ ફૂલોની પછી,

ઓસબિંદુની સવારી મોકલે.

.

હાથને રંગીન મારા રાખવા,

પાન મહેંદીનાં એ વાટી મોકલે.

.

કૈં યુગોથી એમ ઈચ્છુ છું હું તો,

એ ગઝલ મારી મઠારી મોકલે.

 

– અલ્પા વસા

'પંખ' e-magazine

'પંખ' e-magazine

‘પંખ’ જૂના સાહિત્યને સાથે રાખીને નવા સાહિત્યને પોંખતું ને અલગ-અલગ ફીલ્ડમાં કામ કરતા ગુજરાતી યંગસ્ટર્સનું એક ગ્રુપ છે. ટીમમાં અમુક ડોક્ટરો છે, અમુક એન્જીનીયરો છે. અમારા વચ્ચે એક વાત કોમન છે : ગુજરાતી હોવાનું ગૌરવ.

Made with by cridos.tech