“ખૂબ મોડેથી જીવનનું સત્ય આ સમજાય છે…”

Uncategorized 2912

ખૂબ મોડેથી જીવનનું સત્ય આ સમજાય છે,

આખરે તો જે થવાનું હોય છે એ થાય છે;

 

ચોતરફથી રોજ એ થોડુંક જરતું જાય છે!

જિંદગીનું એક પાનું સાંધ્યું ક્યાં સંધાય છે? 

 

રોજ વહેવાની પ્રથા સામે હવે બળવો કરી,

આંસુઓ પાછા જઈને આંખમાં સંતાય છે.

 

એમનું દિલ એમને આપી દીધું પાછું અમે,

આપણાથી આપણું હો એ ય ક્યાં સચવાય છે?!

 

શાયરીનો એટલો ઉપકાર છે મારા ઉપર,

એ બહાને વાત થોડી આપણી થઈ જાય છે!

 

આ સમયની સ્કૂલ તમને જીવતા શીખવે, છતાં-

જીવવાનું થાય છે ત્યાં તો જવાનું થાય છે.

 

હિમલ પંડ્યા

Himal Pandya (હિમલ પંડ્યા)

Himal Pandya (હિમલ પંડ્યા)

Made with by cridos.tech