લિરિક્સમાં કવિતા હોય કે..?

આસ્વાદ ગદ્ય 4076

એક ફિલ્મ આવેલી થોડા વર્ષો પહેલા. જેમાં ફિલ્મની થીમ, સ્ટોરી, સસ્પેન્સ બધુ જ ફિલ્મના ઈન્ટ્રો ક્રેડીટ સોંગની ચાર લાઈનમાં જ કહેવાય ગયું હોય છતાં ફિલ્મ પૂરી ના થાય ત્યાં સુધી કંઈ કહી ના શકો! પછી જયારે એકલામાં શાંતિથી એ ગીત સાંભળો તો શું સંભળાય?!

कल इन्ही गलियों में

इन मसली कलियों में

तो ये धूम थी

जो रूह प्यासी है

जिसमें उदासी है

वो है घुमती

सबको तलाश वोही

समझे ये काश कोई

ત્યારે જ ચમકારો થાય એન્ડ યુ રિઅલાઇઝ કે બધુ જ અહીં કહેવાય ગયું હતું જાવેદ અખ્તરની આટલી લાઈન્સમાં! રાતે બનતા ને સવાર પડતા સુધીમાં ખોવાઈ જતા કિસ્સાઓ જે કયારેય બહાર નથી આવતા. એની વાત કહેતી અને સાથે એક વ્યક્તિના મનમાં ભરાયેલા ગિલ્ટને રિડેમ્શન સુધી દોરી જતી ફિલ્મ એટલે રિમા કાગ્તીની ‘તલાશ’, જેને ઘણા હોરર ફિલ્મ સમજીને જુએ અને પછી નિરાશ થાય છે. લિરીક્સ શું કરી શકે અને ફિલ્મ કે સ્ટેન્ડ અલોન સોંગની વાર્તાને કયાં પહોંચાડી શકે તેનું આ એક્ઝામ્પલ છે.

એવી જ એક ડાર્ક અને ડીસ્ટર્બિંગ થીમ પર બનેલી ‘ગુલાલ’માં પિયુષ મિશ્રા કહે છે..

एक बखत की बात बताएँ, एक बखत की

जब शहर हमारो सो गयो थो, रात गजब की

 सन्नाटा वीराना, खामोशी अनजानी

जिंदगी लेती है करवटें तूफानी

घिरते हैं साए घनेरे से

रूखे बालों को बिखेरे से

बढ़ते हैं अँधेरे पिशाचों से

कापें है जी उनके नाचों से

कहीं पे वो जूतों की खटखट है

कहीं पे अलावों की चटपट है

कहीं पे है झिंगुर की आवाजें

कहीं पे वो नलके की टप-टप है

कहीं पे वो खाली सी खिड़की है

कहीं वो अँधेरी सी चिमनी है

कहीं हिलते पेड़ों का जत्था है

कहीं कुछ मुंडेरों पे रखा है

रे.. रे.. रे..

કવિતા એટલે ફક્ત ગુડી ગુડી સોફ્ટ રોમેન્ટીક વાતો જ એવું નહી. સંસ્કૃતમાં કહેવાય છે, ‘रसात्मकम् वाक्यम् काव्यम्’ અર્થાત્ રસયુક્ત વાક્ય એ કાવ્ય છે. અને આ છે એમાંના ભયંકર રસ ની કવિતા! 

અને વળી આ શહેર છે કોનું? એ શહેર માનો કે ના માનો, સ્વીકારો કે ના સ્વીકારો આપણું શહેર છે. જેના અમુક પ્રહર અંધારાના નામે લખાયેલા છે. અનંત રાઠોડ કહે છે,

 નગરની આ રોનકને આંખોમાં આંજી, ને છાતીમાં કાળી તરસ ને ઉછેરી 

અમારી ગલીના વળાંકે ઊભી રહી, ખુશીની ક્ષણો રોજ ધંધો કરે છે.

એ જ શહેર જેમાં બહાર રંગીની છવાયેલી હોય અને અંદર તન્હાઈ – ડાર્કનેસ. ચલો, એ ડાર્ક એરિયામાંથી બહાર આવીએ અને નજર હાલમાં જ આવેલી ‘પદ્માવત’ પર મારીએ. હા, આપણે ત્યાં ફિલ્મો ના નામ બદલાવી દેવાથી બધું સુધરી ગયું એમ માનવાવાળાઓની કમી કયાં છે! લેટેસ્ટ એકઝામપલ ‘લવયાત્રી’ – કે રાત્રી વ્હોટ એવર શીટ ઈટ ઈઝ. પદ્માવતના એક ગીતમાં એ.એમ.તુરાઝે હેવી અરેબિક+પોએટીક અલ્ફાઝોનો ઉપયોગ કર્યો છે, જે અરીજીતે અલગ જ ટેક્સચરમાં ગાયેલું છે.

बीनते दिल मिस्रिया में

बीनते दिल मिस्रिया में

पेश है कुल शबाब

ख़िदमत-ए-आली जनाब

आतिश कदा अदाओं से

आतिश कदा अदाओं से

जल उठेगा आपके

दीदा-ए तर जा हिज़ाब

એક રાજા યુધ્ધના તંબુમાં છે, પોતાના મહેલથી દૂર અને દિલમાં રહેનાર થી સેંકડો માઇલ દૂર. તો ગમ કો ભૂલાને કી દોનો દવા શરાબ અને શબાબ હાઝીર હૈ, જનાબે આલી! એની છેલ્લી લાઈનમાં એ.એમ.તુરાઝે ‘दीद- ए-तर का हिजाब’ કહીને કેટલી વાતો એકસાથે કહી દીધી. એક તો દૂરતાના દર્દથી આંખ ભીની છે અને એમાં એક શરમ પણ છે, એક પડદો છે માટે હિજાબ શબ્દ કેવો શોભે છે! બીજું એ પેઈન અને શરમનો પડદો બાળી નાંખવા માટે આગ પણ હાથવગી છે માટે જ આગળ… 

महकश लबों पे आने लगी हैं

प्यासी कुर्बतें,

हैरत ज़दा ठिकाने लगी हैं

सारी फुर्क़तें

હવે ધીરે ધીરે એ શરાબ-ભીના હોંઠો પર તરસી ઈચ્છાઓ આવવા લાગી છે, અને દૂરતા તો ખુદ હવે આશ્ચર્ય પામી દૂર ગઈ છે!

 आरिजों पे मेरे लिख ज़रा,

रिफ्वातें चाहतों का सिला

હવે મારા ગાલ પર તું આ ચાહતની અને નજીકતા ના ક્ષણોનું પરિણામ લખ. અથવા તો યુધ્ધ મેદાનના રેફરન્સને ધ્યાનમાં લઈએ તો ‘आरिझ’ નો એક અર્થ રોકનાર એટલે કે દુશ્મન થાય. આરિઝો પે મેરે લીખ ઝરા, રિફ્વતે ચાહતો કા સિલા… એટલે હવે મારા દુશ્મનો પર તું મારી વિજય લખ… Write my victory on my opponents!

આપડે ત્યાં ઘણીવાર મ્યુઝિક કે કોઈ મુવી ફ્લોપ જવાનાં કારણે (જે લોકોને એટલે કે માસને ના પચે એ ફ્લોપ) એના ગીતો પણ ભુલાઇ જતાં હોય છે, તો લિરિક્સ ની તો વાત જ જવા દો. ખેર, એવી પોઝિટિવ આશા રાખવી એટલી પણ ખોટી નથી કે કોઈ ટાઇમ એવો આવશે જ્યારે લિરિક્સ માટે પણ માસ પબ્લિકનાં કાન સરવા થશે. વેઇટિંગ ફોર ધેટ ટાઇમ!

નેતિ-નેતિ

 ख़ुश्क था तो रस्ते में टिक टिक छतरी टेक के चलते थे,

बारिश में आकाश पे छतरी टेक के टप टप चलते हैं !

– गुलज़ार

Akshay Dave (અક્ષય દવે)

Akshay Dave (અક્ષય દવે)

Made with by cridos.tech