એમ એ ઉભા છે પ્હેરી ઘરચોળું, હું બેઠો હૈયે ઉછેરી ઘરચોળું. – શૈલેષ પંડ્યા ‘નિશેષ’
એમ એ ઉભા છે પ્હેરી ઘરચોળું,
હું બેઠો હૈયે ઉછેરી ઘરચોળું.
.
રાત આખી ચાંદ ઓઢીને આવી,
ચાંદનીમા જાણે વેરી ઘરચોળું.
.
સ્પર્શ એ રીતે મુકી ગ્યા શ્વાસોમાં,
લ્યો, હથેળીમાં ઉમેરી ઘરચોળું.
.
રાત નાગણ થઈને ડંખે છાતીએ,
અંગ ભીંસે કેવું ઘેરી ઘરચોળું.
.
ચાર કાંધે એ સુતુ સન્નાટો થઈ,
શ્ચાસના તારાને ખેરી ઘરચોળું.
.
હાથ જોડી સૌ ઉભા થયા એ રીતે,
ઘરનું મારા બસ વિખેરી ઘરચોળું.
.
- શૈલેષ પંડ્યા ‘નિશેષ’