ટાઈટલ માં પુછેલા ફાલતુ સવાલનો એક જ જવાબ છે ‘ના’. જો તમે શોધતા ફરો હન્નીડાની બોટલમાં કે બાદશાહના બાબુમાં, કે બોમ ડિગીથી લઈને દે ઠોક રીતે સો કોલ્ડ રીક્રીએટ થતા અને થયે જ જતા સોંગ્સમાં! જવાહર બક્ષીએ કીધું છે એમ, ભાંગ્યો-તૂટ્યો અક્ષર છું, સહુ સંકેતના ચહેરા ઉપર હું ઝીણું ઝીણું ઝળહળું,...
કોઈ આધેડ વ્યક્તિને પ્રેમ થાય? હા, કેમ નહી! પણ એ શું કોઈ ટીનેજર જેવો હોય કે અલગ? અલગ, તો શું અલગ? શું ફીલ કરે એવામાં કોઈ? હવે એને ‘પહેલા નશા, પહેલા ખુમાર’ તો માં કહી શકાય ને! પણ પાછું ફીલ તો એવુજ થાય! એની સાથે વિતેલી ઉંમરનાં અનુભવો અડચણ પણ બને,...
એક ફિલ્મ આવેલી થોડા વર્ષો પહેલા. જેમાં ફિલ્મની થીમ, સ્ટોરી, સસ્પેન્સ બધુ જ ફિલ્મના ઈન્ટ્રો ક્રેડીટ સોંગની ચાર લાઈનમાં જ કહેવાય ગયું હોય છતાં ફિલ્મ પૂરી ના થાય ત્યાં સુધી કંઈ કહી ના શકો! પછી જયારે એકલામાં શાંતિથી એ ગીત સાંભળો તો શું સંભળાય?! कल इन्ही गलियों में इन मसली...
હેરી પોટર સિરીઝમાં જેમ વિલનનું નામ લેવાના બદલે “You-Know-Who” કે “He-Who-Must-Not-Be-Named” જેવા ફ્રેઝ વપરાય એવી રીતે કવિતામાં કોઈ ‘ડાર્ક લોર્ડ’ મહિનો હોઈ તો એ છે ડીસ… સોરી! આપણે પણ એને ‘છેલ્લો મહિનો’ કહીએ તો? આ છેલ્લા મહિનો, જે ડંખીલી ઠંડીની સાથે લઈ આવે જુના ડંખના જખમો, સુકી હવાની સાથે સુક્કી...
એક છોકરીની આંખ હવે ખુલતી નથી એના ઉંહકારા આભે અથડાય, આછી ભીનાશ, પછી ઘાટી ભીનાશ એના શ્વાસ મને આવે ને જાય. કોઈ ગાંઠ છૂટે ત્યાં ટેરવાના દરિયાને ઊની રેતીનો સ્પર્શ પહોંચે, ક્યાંક વળી કોતર પર અથડાતા મોજાને અંધારું છેક લગી ખુંચે. છેલ્લા કંઈ કેટલાય દિવસોથી ધરબેલા પારેવા ઉડતા દેખાય! એક...
નથી ત્યાં તું હું જાણું છું, અને તું હોય જો તો પણ તને હું વ્હેમ સમજીને અહીં પાછો ફરેલો છું, મકાનોમાં એ ગલીઓમાં જે ખાલી કલ્પનામાં છે, હું એમાં ખૂબ રખડીને અહીં પાછો ફરેલો છું. તિરાડોથી ભરેલા હો અરીસા ચોતરફ મારી, ને એમાં આગની વચ્ચે ઉભેલા આપણે બન્ને, સળગતા...
દર મહિને નિયમિત અંક મેળવવા માટે ‘પંખ’ના સબસ્ક્રાઇબર બનો.