ડીયર ડાયરી, કલમ હાથમાં લઉં અને સંવેદનાઓ જાણે ટેરવા પર ઝંકૃત થઈ ઉઠે છે. એવું લાગે છે જાણે લાગણીશીલ હોવું એ માત્ર એકાંતમાં ભજવાતો ભાગ છે, સંવેદનશીલ હોવું એ દુનિયાદારીનો હિસ્સો નથી માત્ર ડાયરી પર આવતી સચ્ચાઈ છે.. શું ખરેખર સંવેદનશીલ હોવું એ નબળાઈ છે? એક-એક ક્ષણ જાણે એક દિવસ...
તન તરકટ, તન તીર છે મન મરકટ, મન મીર તનમનને ફેંકી ફરે તેનું નામ ફકીર! – મકરંદ દવે ડીયર ડાયરી, આ પંક્તિના સ્મરણથી સવાર જાગી. તન-મનનો કોઈ અંદેશ ના હોય જેને એ જ ફકીર. પણ તનને સુંદરતાનો મોહ છે, અને મનને પ્રેમનો મોહ છે, તો શું શરીરનું કોઈ મોહવિહીન બોલકું...
કેટલો વિશ્વાસ ઓઢી બેસવાનું હોય છે, પ્રેમમાં તો શ્વાસ ઓઢી બેસવાનું હોય છે! – હેમાંગ જોશી ડીયર ડાયરી, આજે તને ડીયર કહેવાનું કેમ મન થયું! પ્રેમનો દિવસ આવી રહ્યો છે કદાચ એટલે? કેવો વિરોધાભાસ કહેવાય નહીં! કોઈ આપણા ખુબ વ્હાલું હોય, હૃદયની તદ્દન નજીક હોય, અને છતાં એની પ્રતીતિ ત્યારે...
એક સાંજે હું દરિયા પર જાઉં છું. સાંજના મનોરમ્ય આકાશને પોતાના બાહુમાં ભરતો હોય એમ એ ઉછળે છે. લાલ-કેસરી રંગોથી દિવસના અંતને સુંદર બનાવતી રાત ઉગે છે. સરકતી ભીની રેતી જયારે મારા પગની ચામડીને સ્પર્શે છે ત્યારે તે મૃદુ સ્પર્શ આખા અસ્તિત્વને જાણે કે જીવંત કરે છે. ભીની રેતીના સ્પર્શના...
દર મહિને નિયમિત અંક મેળવવા માટે ‘પંખ’ના સબસ્ક્રાઇબર બનો.