પત્નીના અવસાન પછી આ પ્રથમ તહેવારે દીકરીના ઘેર જવા ઉતાવળ કરતો અમરકાન્ત ધનતેરસની પૂજા કરી રહ્યો હતો. ત્યાં સાવરણો હલાવતી લખમી બોલી. “બાપુ લાગો દયો. પસે તમે હાયલા જાસો બેનબાને ન્યા..” અમરકાન્ત આંખ આડો હાથ રાખી બોલ્યો, “મહાલક્ષ્મીની મહાપૂજામાં તારું કપાતર મોઢું દેખાડવા ક્યાં આવી? દસની નોટ ઉપાડ ને હાલતી...
સુજલ અને સુષ્મા એટલે આઠ-આઠ વરસથી બાળકની કિકિયારી સાંભળવા તરસતું કપલ. આઈ.યુ.આઈ, આઈ.વી.એફ કે દુનિયાની બીજી કોઈ પણ ટ્રીટમેન્ટ તેમની જોળીમાં બાળકનું વ્હાલ ન વરસાવી શકી. વાંઝિયાપણાએ જાણે જીવવું ઝેર કર્યું હોય એમ એક સાંજે સુષ્મા બોલી, “સુજલ! નવા વર્ષે એક સંકલ્પ લીધો.. હવે મા નથી બનવું ક્યારેય…” સુજલની આંખોમાં...
વૈભવી અને રંગીન રાજવી જીવન જીવતો રાજા એટલે વેન. તેના શાસનમાં સજ્જનોને ધિક્કારવામાં આવતા અને દુર્જનોને સત્કારવામાં આવતા. એક વખત ઋષિઓએ કહ્યું, “મહારાજ.. જો અમે દોષી જ હોઈએ તો આજથી કર્મકાંડ પણ છોડી દઈએ, પણ અમને હવે શાંતિનો રોટલો ખાવા દો.” વેનનો ત્રાસ યથાવત રહ્યો. શિકાર માટે નીકળેલો વેન એક...
રોજ તો એ ફૂલવાળા રાવજીકાકા સાંજે ધંધો કરીને આવે ત્યારે, પોતાની પાસે ગુલાબ વધ્યા હોય, એમાંથી એક ગુલાબ એમના પત્ની રમાકાકીના માથાના અંબોડામાં ટાંકી આપે. પણ.. પણ આજે તો વેલેન્ટાઈન-ડે હતો. આજે એમના બધા ગુલાબ વેચાઈ ગયા હતા. છતાંય કાકી ખુશ હતા. કેમ કે, એમના બધા ગુલાબ…
દર મહિને નિયમિત અંક મેળવવા માટે ‘પંખ’ના સબસ્ક્રાઇબર બનો.