આજે આઠવાળી ગાડીનું રિઝરવેશન હતું, મા ભાતું બનાવી રહી હતી. એ ચુપચાપ રાંધણીયામાં જઈને ઉભો રહ્યો.. “અબઘડી થઈ જાશે હો ભઈલા” બોખું મોં બોલ્યું. અને કરચલીવાળા હાથ ઝટપટ ચાલવા લાગ્યા.. એ હસીને બહાર નીકળ્યો, ને ઝડપભેર હાથમાં પકડી રાખેલી કાચની શીશીનું બુચ બંધ કરી દીધું.. ઝડબેસલાક! રખેને એક પળનોય વિલંબ...
એ મા ની આંખો ત્યારે કારણ વગર તરલ થઈ જાય છે! જ્યારે, શહેરમાં રહેતા દિકરાની આંખો પિત્ઝાના રોટલાની કોર પર આંગળાની છાપ જોવા મથે છે..! રાજુલ ભાનુશાલી
તને ખબર છે? મારી મિલકતમાં શું છે? એ બ્લેન્કેટ જેમાં હજુ પણ તારી હૂંફ મને વીંટળાય છે એ કોફીનો કપ જેમાં હજું પણ છલકે છે તારા હોઠની ભીનાશ બાલ્કનીમાં બેસવાની તારી એ જીદ હજુ પણ જીદે ચડેલી છે, તેં રોપેલા મોગરામાં અવાર-નવાર ઉગતાં ફૂલ આજે પણ મારા શ્વાસ મહેકાવે છે...
બોલ શું કરું હું તારી માફીનું? એને કુંડામાં નાખી ફૂલ ઉગાડી શકાય? ચૂરણ બનાવી ફાકી જાવ તો ભૂખ ઉઘડે ખરી? કે પછી અથાણું નાખું અને મુકું જીભ પર તો વિક્ષુબ્ધ થઇ ગયેલી સ્વાદગ્રંથિઓ જાગી જાય ખરી? એમાંથી કલોરોફીન બને ખરું? એમાંથી ઓક્સિજન બને ખરો? લોહી બનાવી શકાય? એના...
તને મળ્યાં પછી તારી આંખમાંથી એક પંખી ઉડીને આવ્યું; મારી પાછળ… પાછળ… બેસી ગયું છે ઝાડ પર; ઝૂલાવ્યાં કરે છે મારી બધીય ડાળ. માળો બાંધી દીધો છે મારા પોપચાં નીચે. છોડ્યા કરે છે – મારા ગાલ પર, ગુલાબી ટહુકા…! એણે ચાંચ વડે ખેંચી રાખ્યા છે – મારા...
દર મહિને નિયમિત અંક મેળવવા માટે ‘પંખ’ના સબસ્ક્રાઇબર બનો.