
ચાર્લ્સ સ્વીન્ડ્લે જીવનની ખૂબ સરળ વ્યાખ્યા કરી છે, જે કંઈક આ મુજબ છે, “જીવન એટલે, ૧૦ ટકા તમારા સાથે શું થાય છે એ અને ૯૦ ટકા તમે એના સામે શું ‘રિએક્ટ’ કરો છો તે!” વાત સો ટચના સોના જેવી સાફ છે. જાણે-અજાણે આખો દિવસ આપણે કેટલો ભાર આપણા માથા પર...
ખૂબ મોડેથી જીવનનું સત્ય આ સમજાય છે, આખરે તો જે થવાનું હોય છે એ થાય છે; ચોતરફથી રોજ એ થોડુંક જરતું જાય છે! જિંદગીનું એક પાનું સાંધ્યું ક્યાં સંધાય છે? રોજ વહેવાની પ્રથા સામે હવે બળવો કરી, આંસુઓ પાછા જઈને આંખમાં સંતાય છે. એમનું દિલ એમને આપી...
એક સાંજે હું દરિયા પર જાઉં છું. સાંજના મનોરમ્ય આકાશને પોતાના બાહુમાં ભરતો હોય એમ એ ઉછળે છે. લાલ-કેસરી રંગોથી દિવસના અંતને સુંદર બનાવતી રાત ઉગે છે. સરકતી ભીની રેતી જયારે મારા પગની ચામડીને સ્પર્શે છે ત્યારે તે મૃદુ સ્પર્શ આખા અસ્તિત્વને જાણે કે જીવંત કરે છે. ભીની રેતીના સ્પર્શના...
મને યાદ છે, હું જયારે સાતમાં ધોરણમાં (૨૦૦૬-૦૭) ભણતો હતો, ત્યારે હેડલાઈનથી લઈને લગભગ આખું છાપું સુનિતા વિલિયમ્સથી જ ભરેલું આવતું. “સુનિતાએ આમ કર્યું, એમણે તેમ કર્યું.”; “મૂળ ભારતીય સુનિતા વિલિયમ્સ.”; “ગુજરાતની પનોતી પુત્રી સુનિતા વિલિયમ્સ.”; “સુનિતા અવકાશમાં સમોસા અને ચટણી સાથે લઈને ગઈ.”; “સમોસા અને ચટણી હવે ખૂટી ગયા...
એક છોકરીની આંખ હવે ખુલતી નથી એના ઉંહકારા આભે અથડાય, આછી ભીનાશ, પછી ઘાટી ભીનાશ એના શ્વાસ મને આવે ને જાય. કોઈ ગાંઠ છૂટે ત્યાં ટેરવાના દરિયાને ઊની રેતીનો સ્પર્શ પહોંચે, ક્યાંક વળી કોતર પર અથડાતા મોજાને અંધારું છેક લગી ખુંચે. છેલ્લા કંઈ કેટલાય દિવસોથી ધરબેલા પારેવા ઉડતા દેખાય! એક...
નથી ત્યાં તું હું જાણું છું, અને તું હોય જો તો પણ તને હું વ્હેમ સમજીને અહીં પાછો ફરેલો છું, મકાનોમાં એ ગલીઓમાં જે ખાલી કલ્પનામાં છે, હું એમાં ખૂબ રખડીને અહીં પાછો ફરેલો છું. તિરાડોથી ભરેલા હો અરીસા ચોતરફ મારી, ને એમાં આગની વચ્ચે ઉભેલા આપણે બન્ને, સળગતા...
સુમીએ ફરી બેઠા થવા પ્રયત્ન કરી જોયો, પણ થઈ શકી નહિ. નાછૂટકે એણે બેલ મારી નર્સને બોલાવી. “પ્લીઝ.. મને વોશરૂમ સુધી લઇ જાઓ ને..” નર્સે ના પાડી, “તમને ડોકટરે બેડમાંથી ઉઠવા જ ના પાડી છે, તો તમે સમજતા કેમ નથી?” એનો અવાજ જરા ઉંચો થયો. “પણ સિસ્ટર, મારે એક પગે...
‘તમને મળ્યાનું યાદ’માં આજે મળીશું સુરતના કવિ ડૉ. વિવેક ટેલરને. વિવેકભાઈ વ્યવસાયે તબીબ છે. તેઓ કહે છે કે “મારો દર્દી એ જ મારું જીવન ને તોયે પુસ્તક એ મારો પ્રથમ પ્રેમ. કવિતા મારી અહર્નિશ પ્રેયસી.” ‘શબ્દો છે શ્વાસ મારા’ અને ‘ગરમાળો’ એમના પ્રકાશિત પુસ્તકો છે. ગઝલ સંગ્રહ ‘શબ્દો છે શ્વાસ...
૨૦૧૫માં ગૂગલે, તો છેક ૨૦૧૨માં જ માઇક્રોસોફ્ટે પોતાનો લોગો બદલી નાખ્યો હતો. નીચે બંને ટેક-જાયન્ટ કંપનીઓનાં નવા અને જૂના લોગો જૂઓ. ટીવી, ટેલિફોન, રેડિયો, ઘડિયાળ, કેમેરા ઇત્યાદિ જેવી વર્ષો પહેલાની ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટને આજના યુગની પ્રોડક્ટ સાથે સરખાવો. (અલબત્ત આ દરેક ચીજો આજે સારી ગુણવત્તાના સ્માર્ટફોનમાં આરામથી સમાઈ ગઈ છે!) એક...
દર મહિને નિયમિત અંક મેળવવા માટે ‘પંખ’ના સબસ્ક્રાઇબર બનો.