આજે આઠવાળી ગાડીનું રિઝરવેશન હતું, મા ભાતું બનાવી રહી હતી. એ ચુપચાપ રાંધણીયામાં જઈને ઉભો રહ્યો.. “અબઘડી થઈ જાશે હો ભઈલા” બોખું મોં બોલ્યું. અને કરચલીવાળા હાથ ઝટપટ ચાલવા લાગ્યા.. એ હસીને બહાર નીકળ્યો, ને ઝડપભેર હાથમાં પકડી રાખેલી કાચની શીશીનું બુચ બંધ કરી દીધું.. ઝડબેસલાક! રખેને એક પળનોય વિલંબ...
એ મા ની આંખો ત્યારે કારણ વગર તરલ થઈ જાય છે! જ્યારે, શહેરમાં રહેતા દિકરાની આંખો પિત્ઝાના રોટલાની કોર પર આંગળાની છાપ જોવા મથે છે..! રાજુલ ભાનુશાલી
દર મહિને નિયમિત અંક મેળવવા માટે ‘પંખ’ના સબસ્ક્રાઇબર બનો.