રોજનો સંગાથ છે, આ હાઇવે તોય સાલો ત્રાસ છે, આ હાઇવે. – હેમાંગ નાયક

ગઝલ પદ્ય 4013

રોજનો સંગાથ છે, આ હાઇવે

તોય સાલો ત્રાસ છે, આ હાઇવે

.

જ્યાં અકસ્માતો થતા દરરોજના,

કો’ક નો તો શ્રાપ છે, આ હાઇવે.

.

ગામડા તો ત્યાં જ સડવાના સદા,

શ્હેર માટે લાભ છે, આ હાઇવે.

.

ચોતરફ વિસ્તાર પામે છે છતાં,

તોય ક્યાં પર્યાપ્ત છે, આ હાઇવે.

.

રોજ આવું તોય ઓળખાતો નથી?

કેટલો કમજાત છે, આ હાઇવે.

.

  • હેમાંગ નાયક

 

 

'પંખ' e-magazine

'પંખ' e-magazine

‘પંખ’ જૂના સાહિત્યને સાથે રાખીને નવા સાહિત્યને પોંખતું ને અલગ-અલગ ફીલ્ડમાં કામ કરતા ગુજરાતી યંગસ્ટર્સનું એક ગ્રુપ છે. ટીમમાં અમુક ડોક્ટરો છે, અમુક એન્જીનીયરો છે. અમારા વચ્ચે એક વાત કોમન છે : ગુજરાતી હોવાનું ગૌરવ.

Made with by cridos.tech