હું વાંસ અને શ્ચાસની વચ્ચે છું રાધિકે,  હું પ્રેમ અને પ્યાસની વચ્ચે છું રાધિકે. – શૈલેષ પંડ્યા ‘નિશેષ’

ગઝલ પદ્ય 3970

હું વાંસ અને શ્ચાસની વચ્ચે છું રાધિકે, 

હું પ્રેમ અને પ્યાસની વચ્ચે છું રાધિકે.

.

કણમાં હું નિરાકાર, મદન સૌ મનનો તોય,

સંસારને સંન્યાસની વચ્ચે છું રાધિકે.

.

શોધે જે નજર રોજ સવારે રોટી ઉકરડે,

એ ભુખને ઉપવાસની વચ્ચે છું રાધિકે.

.

કાયમ ભુખથી ભાંભરડા દેતી ગૌરીના,

હું માંસ અને ઘાસની વચ્ચે છું રાધિકે.

.

હૂંડી પુરતો રોજ પિતા થૈ પુત્રીની એ,

શ્રદ્ધા અને વિશ્વાસની વચ્ચે છું રાધિકે.

.

પ્હેરો તમે ગોપીપણું તો પ્રગટે જ્યોતિ થૈ,

નરસિંહ અને રાસની વચ્ચે છું રાધિકે.

.

વાંગ્મય છું છતા શબ્દમાં ક્યાં બાંધ્યો બંધાઉ,

હું વેદ અને વ્યાસની વચ્ચે છું રાધિકે.

 

– શૈલેષ પંડ્યા ‘નિશેષ’

'પંખ' e-magazine

'પંખ' e-magazine

‘પંખ’ જૂના સાહિત્યને સાથે રાખીને નવા સાહિત્યને પોંખતું ને અલગ-અલગ ફીલ્ડમાં કામ કરતા ગુજરાતી યંગસ્ટર્સનું એક ગ્રુપ છે. ટીમમાં અમુક ડોક્ટરો છે, અમુક એન્જીનીયરો છે. અમારા વચ્ચે એક વાત કોમન છે : ગુજરાતી હોવાનું ગૌરવ.

Made with by cridos.tech