મારી જ ભીતરે છતાં મારાથી ગુપ્ત છે ચર્ચાય સઘળુ મધ્યમાં કાંઠાથી ગુપ્ત છે – અનંત રાઠોડ ‘અનંત’

ગઝલ પદ્ય 3970

મારી જ ભીતરે છતાં મારાથી ગુપ્ત છે

ચર્ચાય સઘળુ મધ્યમાં કાંઠાથી ગુપ્ત છે

.

છે ટેરવાં અજાણ અને સોય પણ બધિર

સંધાઈ જે ગયું છે એ ટાંકાથી ગુપ્ત છે

.

થડની અબોલ ચીસ કુહાડીએ સાંભળી

પણ ધાર જાણતી બધું હાથાથી ગુપ્ત છે

.

ઉંબર, દીવાલ, દ્વાર બધા મૌન થઇ ગયાં

ખાલીપણું મકાનનું વાડાથી ગુપ્ત છે

.

ગૂંજ્યા કરે મહેલમાં પગરવ હજુ ‘અનંત’

અંદર પ્રવેશ્યું કોણ એ ઝાંપાથી ગુપ્ત છે

 

– અનંત રાઠોડ ‘અનંત’

'પંખ' e-magazine

'પંખ' e-magazine

‘પંખ’ જૂના સાહિત્યને સાથે રાખીને નવા સાહિત્યને પોંખતું ને અલગ-અલગ ફીલ્ડમાં કામ કરતા ગુજરાતી યંગસ્ટર્સનું એક ગ્રુપ છે. ટીમમાં અમુક ડોક્ટરો છે, અમુક એન્જીનીયરો છે. અમારા વચ્ચે એક વાત કોમન છે : ગુજરાતી હોવાનું ગૌરવ.

Made with by cridos.tech