લિરિક્સમાં કવિતા હોય કે..?
કોઈ આધેડ વ્યક્તિને પ્રેમ થાય? હા, કેમ નહી! પણ એ શું કોઈ ટીનેજર જેવો હોય કે અલગ? અલગ, તો શું અલગ? શું ફીલ કરે એવામાં કોઈ? હવે એને ‘પહેલા નશા, પહેલા ખુમાર’ તો માં કહી શકાય ને! પણ પાછું ફીલ તો એવુજ થાય! એની સાથે વિતેલી ઉંમરનાં અનુભવો અડચણ પણ બને, નૈતિકતા જેવું કંઈક આડે આવે, ને છતાં એ બધ્ધુ રહીજાય સાઇડ પર. કેમ? કેમકે દિલ તો બચ્ચા હૈ જી!
‘ઇશ્કિયા’માં વણાંકપુર્ણ (બન્ને રીતે) વિદ્યા ઉપર ફ્લેટ થઇ જતા નસીરુદ્દીન માટે ગુલઝાર સા’બ ફરમાવે છે..
ऐसी उलझी नज़र उनसे हटती नहीं,
दाँत से रेशमी डोर कटती नहीं,
उम्र कब की बरस के सुफैद हो गयी
कारी बदरी जवानी की छटती नहीं!
वल्ला ये धड़कन बढ़ने लगी है,
चेहरे की रंगत उड़ने लगी है,
डर लगता है तन्हां सोने में जी
दिल तो बच्चा है जी!
थोड़ा कच्चा है जी!
જ્યારે દાંતથી રેશમી દોરો પણ કપાતો ના હોય, માથા પર વરસી ગયા પછીના ધોળાધબ્બ વાદળો જેવા વાળ હોય, એકલા ઊંઘવામાં પણ બીક લાગતી હોય, અને ત્યારે જો થાય પ્રેમ! તો કહેવુ જ પડે ‘दिल सा कोई कमीना नही!’
લાસ્ટ ટાઈમ વાત કેરલી ઇન્ટેલીજેન્ટલી ટ્યુન અને સિચ્યુએશન પર ગીતમાં ગોઠવેલા શબ્દોની. આ વખતે વાત પોતેજ, ઓન ઇટ્સ ઓઉન પોએટિક એક્સપ્રેશન બની જતાં લિરિક્સની.
પણ એ પહેલાં, એવી તો શું ખાસ વાત હોય છે કોઈ કાવ્યાત્મક પંક્તિમાં જે સામાન્ય વાક્યથી એને જુદી પાડે? એક બેઝીક વસ્તુ – જે સાંભળી કે વાંચીને મન એ શબ્દોની પાર, એના સામાન્ય વ્યાકરણ કે અર્થની આગળ કોઈ અસર જન્માવે. ઠાલા શબ્દોથી કૈક વધુ – બીયોન્ડ જવા પ્રેરે, કોઈ ઇમોશનલ ટ્રિગર દબાય, અથવા તો એવી યુરેકા મોમેન્ટનો ભેટો થાય કે હા યાર! આવુ કશુ ફીલ તો કરેલું પણ એને કહેવાય શું એ કહી શકાતું ન હતું! જ્યારે કોઈ ‘એ’ વાત કહી જાય ત્યારે એ માત્ર શબ્દ મટીને કવિતા તરફ જાય છે.
જયારે ચિત્રકાર પોતાના ઇમેજીનેશનને કેનવાસ પર ઉતારે અને જેમ એ ચિત્ર માટે વપરાયેલી મટીર્યાલીસ્ટિક વસ્તુઓ – રંગ, કાગળ, પીંછી વગેરેથી વધારાની કંઈક વાત બને. એમજ કોઇ ટ્યૂન, સિચ્યુએશન કે સ્ક્રીપટના બંધનમાં રહીને પણ એનાથી બીયોન્ડ જઈને શબ્દો એકલપંડે આ કામ કરે ત્યારે સર્જાતો જાદુ એટલે લિરિકલ પોએટ્રી. જૌન એલિયા માફક ખુશ્બુમાં રંગ ભરવાની આવડત!
લેટ્સ સ્ટાર્ટ ધ જર્ની ઓફ મીટિંગ ટૂ સમ મેજિશિયન ઓફ વર્ડસ ઇન 21st સેન્ચુરી.
‘દિલ તો બચ્ચા હૈ જી’ ના પાથ પર જ ફિમેલ લીડ પર ઐશ્વર્યાના કેરેક્ટર પર પરફેક્ટલી ફિટ બેસતા અમિતાભ ભટ્ટાચાર્યના શબ્દો..
जिस दिन से आशना से दो अजनबी हुवे हैं
तन्हाईओं के लम्हें सब मुल्तबी हुवे हैं
क्यूँ आज मैं मोहब्बत
फिर एक बार करना चाहूँ
ये दिल तो ढूंढता है इनकार के बहाने
लेकिन ये जिस्म कोई पाबंदियां ना माने
मिलके तुझे बगावत
ख़ुद से ही यार करना चाहूँ
मुझमें अगन है बाकी आजमा ले
ले कर रही हूँ ख़ुद को मैं तेरे हवाले
वे रांझना.. वे रांझना..
પાકી ઉંમરની બાકી અગન, મનાઇનાં બહાના શોધતું દિલ અને કોઈ પાબંદી ના જાણતું જીસ્મ. પણ ડોન્ટ ફોરગેટ, એ બગાવત કોઈ પાર્ટનર સાથેની નહી, પરંતુ જાત સાથેની કેહવાઈ છે. આઝમાઈશ માટે ફરી એકવાર તૈયાર થવાની તૈયારી. ‘ઇશ્કિયા’ના ગીતમાં આધેડ ઉંમરના પ્રેમ પર લખનાર ગુલઝાર પોતાના Hell Yeah Young! દિલ પાસે યંગ હાર્ટસના મિટિંગ પોઇન્ટ પર ‘યહાં’માં શું લખાવે…
पूछे जो कोई मेरी निशानी, रंग हिना लिखना
गोरे बदन पे ऊँगली से मेरा नाम अदा लिखना
कभी कभी आस पास चाँद रहता है
कभी कभी आस पास शाम रहती है
आऊं तो सुबह, जाऊं तो मेरा नाम सबा लिखना
बर्फ पड़े तो बर्फ पे मेरा नाम दुआ
लिखना
ज़रा ज़रा आग-वाग पास रहती है
ज़रा ज़रा कांगड़ी की आंच रहती है
कभी कभी आस पास चाँद रहता है
कभी कभी आस पास शाम रहती है
(शामें बुझाने आती हैं रातें
रातें बुझाने तुम आ गए हो)
નવા-નવા કોઈ અનુભવનું, એ વ્યક્તિનું ઇન્ટ્રોડક્શન શું? ડિસ્પ્લે શું? એના માટે શું કોઇ નામનું ટેટુ ટ્રોફાવવાનું? એરે ના! ખાલી આંગળીના લસરકાથી લખેલું નામ.. કાફી હૈ. થોડી બતાવાની અને વધુ છુપાવાની ઉંમરમાં મળેલા જીવ એક મેચ્યોર કપલ બને ત્યાં સુધીનો સંબંધ. એના ઉતાર ચઢાવ એટલે ક્યારેક આસ પાસ રહેતો ચાંદ અને ક્યારેક સાંજ. વળી, લગ્ન પછીના ઇનિશિયલ સ્વીટ દિવસોમાં ગુલઝાર આશીકીને એડ્રેસ કરતા કહે છે..
ऐ हैरते आशिकी जगा मत
पैरों से ज़मीं, ज़मीं लगा मत
આમ તો બે અર્થ કરી શકાય. પહેલો એમ કે પ્રેમની ઉંઘમાં પોઢેલ જોડલું કહે છે કે ઇશ્કની પથારીમાંથી ક્યારેય જગાડ નહીં, લેટ ધીસ વૉન્ડરફુલ ડ્રીમ બી એવરલાસ્ટિંગ.
અને બીજો એક ગમતો અર્થ એવો જેમાં આશીકીને કહેવાય છે કે પ્રેમમાં હોવું એટલેજ જમીનથી ઉપર હોવું માટે તું પગ જમીન પર મૂકીને કોઈ આશ્ચર્ય ના ઊભું કર! યુ બી ધેર ઓન્લી, હાય અપ!
दो चार महीन से लम्हों में
उम्रों के हिसाब भी होते हैं
जिन्हें देखा नहीं कल तक कहीं भी
अब कोख में वो चेहरे बोते है!
આહા! કોઈ એવું જેને હજુ કાલ સુધી જોયા કે ઓળખતા પણ ન’તા એની સાથે અમુક ક્ષણો એવી જીવાઈ કે જેમાં ઉંમરો નો હિસાબ નિકળી શકે. એ હવે એટલા ઇન્ટિમેટ છે કે કુખમાં નવા ચહેરાઓ વાવે છે!
અને જો એ ડ્રિમ લાઇક ફેઝનો ક્યારેક અંત આવે તો? તો પણ એ મુગ્ધ અનુભવની યાદો હંમેશા સાથે રહે..
ख्वाब के बोझ से कंप-कंपाती हुई
हलकी पलकें तेरी
याद आता है सब
तुझे गुदगुदाना, सताना,
यूँ ही सोते हुए
गाल पे टीपना, मीचना
बेवजह बेसबब
याद है..
पीपल के जिसके घने साए थे
हमनें गिलहरी के जूठे मटर खाए थे
ये बरक़त उन हसरत की है
पहली बार मोहब्बत की है
आखिरी बार मोहब्बत की है
… હમને ગિલેહરી કે જુઠે મટર ખાયે થે! ક્યાં બાત હૈ! સાથે મળીને વિતાવેલી થોડી ઇનોસન્ટ, થોડી લસ્ટી અને થોડી મીઠી ક્ષણોની યાદો.
તો વળી મલ્ટીપલ રીલેશનની મજા (અને ઓબ્વીયસ્લી બાય પ્રોડક્ટ તરીકે મળતી સજા) બયાન કરતું ‘મિર્ઝયા’નુ આ ગીત…
इक नदी थी
दोनों किनारे थाम के बहती थी,
इक नदी थी..
इक नदी थी
कोई किनारा छोड़ ना सकती थी
इक नदी थी
तोड़ती तो सैलाब आ जाता
तोड़ती तो सैलाब आ जाता
करवट ले तो सारी ज़मीं ढेह जाती
इक नदी थी
એ અલ્લડ છોકરીને આપેલું નદીનુ રૂપક! બન્ને કિનારા પકડીને ચાલતી, કોઈને ના છોડી શક્તી કે ના તો પોતે છૂટી શકતી.
આવા જ અલ્લડનેસના ફ્લેવર વાળુ ઇર્શાદ કામીલનું પટ્ટાખા ગુડ્ડી યાદ કરો!
मौला तेरा माली
ओ हरियाली जंगल वाली
तू दे हर गाली पे ताली
उसकी कदम कदम रखवाली
ऐंवे लोक-लाज कि सोच सोच के
क्यूँ है आफत डाली
આ બિન્દાસ અલ્લડતાનો રખેવાળ કોણ?! અલ્લાહ પોતે!
અને મોસ્ટ પોએટીક લાઇન્સ તો આગળ આવે છે..
जुगनी रुख पीपल दा होई,
जिसनु पूजे ता हर कोई,
जिसदी फ़सल किसी ना बोयी,
घर भी रख सके ना कोई
रस्ता नाप रही मरजानी,
फट्टी बारिश का है पानी,
जब नज़दीक जहां दे आनी,
जुगनी मैली सी हो जानी
આટલી ટ્રાન્સપરન્સી અને બેફીકરાઈ હોય ત્યાં દંભ નહી પણ પવિત્રતા હોય. જુગની તો જાણે પીપળાનુ થડ! પુજ્ય ખરા, પણ ઘરમાં ના રાખે કોઈ! એણે તો એકલા જ રસ્તો શોધવાનો, ખેડવાનો, પડવાનું, ફરી ચાલવાનું – વાદળામાંથી વરસાદ જયાં સુધી જમીન પર ના પડે ત્યાં સુધીના ગાળાની શુધ્ધતા! જો દુનિયાની નજીક આવે તો જુગની મૈલી સી હો જાણી!
અરે! આ બધામાં પિયુષ મિશ્રા, શઈદ કાદરી, પ્રસુન જોશી અને ઘણા બધા તો રહી જ ગયાં. એમાં વાંક તો ગુલઝારનો!
તો મિલતે હૈ નેક્સટ ટાઇમ, ઇસી પંખ કે કોઈ ઔર પર પે.
નેતિ-નેતિ
लोकों सुफनेच मिलने दा वादा उसदा,
सारी सारी रात ना अख लगदी!
(એણે સપનામાં મળવાનો કોલ આપેલો, પણ એ વાતના એક્સાઇટમેન્ટમાંજ ઉંઘ ના આવી રાતભર!)
– गुलज़ार