એ મહિનો
હેરી પોટર સિરીઝમાં જેમ વિલનનું નામ લેવાના બદલે “You-Know-Who” કે “He-Who-Must-Not-Be-Named” જેવા ફ્રેઝ વપરાય એવી રીતે કવિતામાં કોઈ ‘ડાર્ક લોર્ડ’ મહિનો હોઈ તો એ છે ડીસ… સોરી! આપણે પણ એને ‘છેલ્લો મહિનો’ કહીએ તો?
આ છેલ્લા મહિનો, જે ડંખીલી ઠંડીની સાથે લઈ આવે જુના ડંખના જખમો, સુકી હવાની સાથે સુક્કી જિંદગીની ક્ષણો અને એકલતાનો સુસવાટ.
ये उस बे-दर्द लहजे में अभी तक क्यूँ नहीं बोला,
दिसम्बर आ गया है क्या?
– इंजील सहीफ़ा
જી હા! દિસમ્બર આ ગયા હૈ એક ઔર બાર. તો પેશ-એ-ખીદમત હૈ ઇસ બાર કુછ દિસમ્બર પર.
**
बस एक मेरी बात नहीं थी, सबका दर्द दिसम्बर था
बर्फ के शहर मे रहने वाला, एक एक फर्द दिसम्बर था
फूलो पे सकता तारी, ख़ुशबू सहमी-सहमी थी
खौफ ज़दा था सारा गुलशन, दहशत गर्द दिसम्बर था
ये जो तेरी आंख मे पानी, ये जो तेरी बात मे नरमी
इतना हमें बतलाओ, क्या हमदर्द दिसम्बर था
पिछले साल के आखिर में भी, हैरत में हम तीनों थे!
इक मैं था, इक तेरा ग़म और बेदर्द दिसम्बर था
– Unknown
હિન્દી-ઉર્દુ શાયરીમાં કુખ્યાત બનેલો ડિસેમ્બર એવો ચગ્યો છે કે શિયાળો આવે અને સોશિયલ મીડિયા પર તમને ઉપરની ગઝલ ના વાંચવા મળે તો માનવું કે તમારી ફ્રેન્ડ લિસ્ટમાં કવિ પ્રજાતિનાં પ્રાણીઓ જ નથી (લકી યુ!). ડિસેમ્બરનો ઉલ્લેખ જુદાઈ, દર્દ, અંત, નવી શરૂઆત જેવા કેટલાય રેફરન્સમાં એની વ્યાપકતા સાથે કવિએ કર્યો છે.
अभी फिर से फूटेगी यादों की कोंपल,
अभी रग से जाँ है निकलने का मौसम
अभी ख़ुशबू तेरी मिरे मन में हमदम,
सुब्ह शाम ताज़ा तवाना रहेगी
अभी सर्द झोंकों की लहरें चली हैं,
कि ये है कई ग़म पनपने का मौसम
सिसकने सुलगने तड़पने का मौसम,
दिसम्बर दिसम्बर दिसम्बर दिसम्बर!
નદીમ ગુલ્લાનની આ નઝમ બયાન કરે છે ‘એ મહિના’માં ઉગતી, ખૂંચતી, વધતી ને ફેલાતી કોઈ યાદ, એની તડપ અને એની અસર. હજી તો શરૂઆત જ થઈ છે મહિનાની આગળ શું થવાનું છે એ કવિ જાણે છે, છતાં એની સામે કોઈ લાચારી નથી કે નથી કોઈ વિદ્રોહ. કફત જે થવાનું છે એની અનુભવગત તૈયારી છે!
એક શેર કંઈક આવો છે..
गले मिला था कभी दुख भरे दिसम्बर से
मिरे वजूद के अंदर भी धुँद छाई थी
– तहज़ीब हाफ़ी
તહઝીબ હાફી પણ એને ધિક્કારવાના બદલે ભેટે છે. પોતાને જેની અસરથી આટલું દુઃખ છે એ ડિસેમ્બરને પોતાને કેટલું દુઃખ હશે! એને ગળે લગાવીએ, થોડું દુઃખ બાટીએ! એની ડાર્ક બાજુ ભૂલીને પોઝિટિવ સાઈડ જોઈએ તો ખુલ્લુ આકાશ અને પાનખરનો અંત એક તાજગી અને ઉઘાડ પણ લાવે છે.. મોહમ્મદ અલ્વી સાહેબ કહેતે હૈ
‘अल्वी’ ये मो’जिज़ा है दिसम्बर की धूप का,
सारे मकान शहर के धोए हुए से हैं
**
ડિસેમ્બર તો ગુજરાતી કવિઓ પાસે પણ હિન્દુસ્તાનીમાં કશું લખાવીને પોતાનું ક્રિસમસ ગિફ્ટ લઈ જાય છે.
મેહુલ પટેલ ‘ઈશ’ના શેર છે:
रजाई में लिपटे दिसंबर मिलेंगे ।
सभी महीने बाकी तो बंजर मिलेंगे।
बदन की इमारत जरा खटखटा कर
चले आओ भीतर हम अंदर मिलेंगे ।
– ईश
‘ઈશ’ ડિસેમ્બરની એકલતા અને દર્દ વગેરેને સાઈડપર મૂકીને ઐક્યની, નિકટતાની વાત કરે છે. બાકીના મહિનાઓ વેરાન અને ડિસેમ્બર જાના જાન!
પારુલ ખખ્ખર વળી ડિસેમ્બર જેના માટે એટલો કુખ્યાત છે એવી એ મહિનાની રાત વિશે લખે છે:
दिन को अकसर सोती है रात दिसम्बर की,
याद-ए-गुल पीरोती है रात दिसम्बर की.
आंगन से कतराके जब ,गुज़रे है कासिद,
चुपके चुपके रोती है रात दिसम्बर की.
दिनभर पार लगाते है नाव यकीं वाली,
सफिनो पे डूबोती है रात दिसम्बर की.
मुफलिस के गहेने जैसा रिश्ता है अपना,
मनहुस उसको खोती है रात दिसम्बर की.
तर्क-ए-ताल्लुक होने पे बात समज आइ,
कितनी लंबी होती है रात दिसम्बर की.
તો રાહત ઇન્દોરી કહે છે
बर्फ़ की तरह दिसम्बर का सफ़र होता है,
हम उसे साथ न लेते तो रज़ाई लेते
ગુજરાતીમે બોલે તો..
ડિસેમ્બરની આ બર્ફીલી અટૂલી રાતનાં સોગન,
રજાઈ જેટલો હાયે.. મને તું યાદ આવે છે!
– પારુલ ખખ્ખર
આવા મૌસમમાં રજાઈ જેવા વ્યક્તિને બોલાવી લાવવામાં જ ડહાપણ છે.. અને બોલાવવા માટે એમની આ ગઝલ
कस्मे रस्मे तोड के आजा देख दिसम्बर भाग रहा है,
भागा भागा दौड के आजा देख दिसम्बर भाग रहा है
सच कहेती हुं बहेका दुंगी, आंखो से मय छलका दुंगी,
जाम सुराही फोड के आजा देख दिसम्बर भाग रहा है
दिल से दिल तक ही जाना है हाथ पकड के साथ चलेंगे,
रस्ता मंझिल छोड के आजा देख दिसम्बर भाग रहा है
एक नया आगाज़ लिखेंगे, एक नया उनवान रखेंगे,
पीला पन्ना मोड के आजा देख दिसम्बर भाग रहा है.
देवे उससे ज़्यादा पावे, इश्क न सौदा घाटेवाला,
सारी पूंजी जोड के आजा देख दिसम्बर भाग रहा है
– पारुल खख्खर
પણ બીજા 11 મહિના મૂકીને ડિસેમ્બર જ કેમ? કદાચ એની લાંબી ઠંડી રાતો અને સુકી હવા મગજના યાદ વાળા પાર્ટની તીવ્રતા વધારતી હશે? કે પછી Seasonal Affective Disorder (SAD) વાળી એકલતાની સાયકોલોજીકલ ઇફેક્ટ ઠંડીમાં વધી જતી હશે? ખેર, એ વિષય સાયન્સ માટે રિસર્ચનો છે અને શાયર માટે ઇનર સર્ચનો. એ બહાને આપણને આવી કોઇ સારી કવિતા મળતી હોઇ તો ડિસેમ્બર વસુલ છે!
नेति-नेति:-
इरादा था जी लूँगा तुझ से बिछड़ कर,
गुज़रता नहीं इक दिसम्बर अकेले
– ग़ुलाम मोहम्मद क़ासिर