તને મળ્યાં પછી ; રાધિકા પટેલ

અછાંદસ પદ્ય 3853

તને મળ્યાં પછી

તારી આંખમાંથી એક પંખી

ઉડીને આવ્યું;

મારી પાછળ… પાછળ…

 

બેસી ગયું છે ઝાડ પર;

ઝૂલાવ્યાં કરે છે

મારી બધીય ડાળ.

 

માળો બાંધી દીધો છે

મારા પોપચાં નીચે.

છોડ્યા કરે છે – મારા ગાલ પર,

ગુલાબી ટહુકા…!

 

એણે ચાંચ વડે ખેંચી રાખ્યા છે – મારા હોઠ;

અને ચીતર્યું છે

એક લાં………બું સ્મિત.

હું મારી હથેળીમાં લઇ પસવાર્યા કરું છું

એની પીઠ પર, મારી નજરને..!

 

વળી, ક્યારેક એ ગૂંચવાઈ જાય છે મારી છાતીમાં,

ફફડાવ્યાં કરે છે પાંખો;

અને હું એમાંથી વીણ્યાં કરું છું

પીંછાં…!! 

 

– રાધિકા પટેલ

'પંખ' e-magazine

'પંખ' e-magazine

‘પંખ’ જૂના સાહિત્યને સાથે રાખીને નવા સાહિત્યને પોંખતું ને અલગ-અલગ ફીલ્ડમાં કામ કરતા ગુજરાતી યંગસ્ટર્સનું એક ગ્રુપ છે. ટીમમાં અમુક ડોક્ટરો છે, અમુક એન્જીનીયરો છે. અમારા વચ્ચે એક વાત કોમન છે : ગુજરાતી હોવાનું ગૌરવ.

Made with by cridos.tech