કોઇ પણ ધોરણ અને ધારા વગર, ભક્તને ઈશ્વર મળે માળા વગર! . ચાલશે પીધા વગર, ખાધા વગર, પણ તું જીવી નહિ શકે ભાષા વગર. . એ વિચારે દીકરી તૈયાર થઇ, બાપ કેવો લાગશે સાફા વગર! . એવું તો હાલરડે હિલ્લોળે ચડ્યું, છોકરું પોઢી ગયું હાલા વગર! . પાણી જો ઓછું...
એ સંધિને સમાસ, તને સાંભરે કે નહિ? બે નામ, એક પ્રાસ, તને સાંભરે કે નહિ? . સીધા ચડાણ બાદ કબૂલાત પ્રેમની, બચપણનો એ પ્રવાસ, તને સાંભરે કે નહિ? . ને સ્ત્રોત લાગણીનો થઈ કો’ ઝરણ સર્યું, છલકી ગયા બે શ્વાસ, તને સાંભરે કે નહિ? . સ્પર્શે ફરી વળ્યાં’તા ન્યૂટનના બધાં...
બોલ શું કરું હું તારી માફીનું? એને કુંડામાં નાખી ફૂલ ઉગાડી શકાય? ચૂરણ બનાવી ફાકી જાવ તો ભૂખ ઉઘડે ખરી? કે પછી અથાણું નાખું અને મુકું જીભ પર તો વિક્ષુબ્ધ થઇ ગયેલી સ્વાદગ્રંથિઓ જાગી જાય ખરી? એમાંથી કલોરોફીન બને ખરું? એમાંથી ઓક્સિજન બને ખરો? લોહી બનાવી શકાય? એના...
તને મળ્યાં પછી તારી આંખમાંથી એક પંખી ઉડીને આવ્યું; મારી પાછળ… પાછળ… બેસી ગયું છે ઝાડ પર; ઝૂલાવ્યાં કરે છે મારી બધીય ડાળ. માળો બાંધી દીધો છે મારા પોપચાં નીચે. છોડ્યા કરે છે – મારા ગાલ પર, ગુલાબી ટહુકા…! એણે ચાંચ વડે ખેંચી રાખ્યા છે – મારા...
મારી જ ભીતરે છતાં મારાથી ગુપ્ત છે ચર્ચાય સઘળુ મધ્યમાં કાંઠાથી ગુપ્ત છે . છે ટેરવાં અજાણ અને સોય પણ બધિર સંધાઈ જે ગયું છે એ ટાંકાથી ગુપ્ત છે . થડની અબોલ ચીસ કુહાડીએ સાંભળી પણ ધાર જાણતી બધું હાથાથી ગુપ્ત છે . ઉંબર, દીવાલ, દ્વાર બધા મૌન થઇ ગયાં...
એક છોકરીની આંખ હવે ખુલતી નથી એના ઉંહકારા આભે અથડાય, આછી ભીનાશ, પછી ઘાટી ભીનાશ એના શ્વાસ મને આવે ને જાય. કોઈ ગાંઠ છૂટે ત્યાં ટેરવાના દરિયાને ઊની રેતીનો સ્પર્શ પહોંચે, ક્યાંક વળી કોતર પર અથડાતા મોજાને અંધારું છેક લગી ખુંચે. છેલ્લા કંઈ કેટલાય દિવસોથી ધરબેલા પારેવા ઉડતા દેખાય! એક...
નથી ત્યાં તું હું જાણું છું, અને તું હોય જો તો પણ તને હું વ્હેમ સમજીને અહીં પાછો ફરેલો છું, મકાનોમાં એ ગલીઓમાં જે ખાલી કલ્પનામાં છે, હું એમાં ખૂબ રખડીને અહીં પાછો ફરેલો છું. તિરાડોથી ભરેલા હો અરીસા ચોતરફ મારી, ને એમાં આગની વચ્ચે ઉભેલા આપણે બન્ને, સળગતા...
દર મહિને નિયમિત અંક મેળવવા માટે ‘પંખ’ના સબસ્ક્રાઇબર બનો.