
એ મા ની આંખો ત્યારે કારણ વગર તરલ થઈ જાય છે! જ્યારે, શહેરમાં રહેતા દિકરાની આંખો પિત્ઝાના રોટલાની કોર પર આંગળાની છાપ જોવા મથે છે..! રાજુલ ભાનુશાલી
તને ખબર છે? મારી મિલકતમાં શું છે? એ બ્લેન્કેટ જેમાં હજુ પણ તારી હૂંફ મને વીંટળાય છે એ કોફીનો કપ જેમાં હજું પણ છલકે છે તારા હોઠની ભીનાશ બાલ્કનીમાં બેસવાની તારી એ જીદ હજુ પણ જીદે ચડેલી છે, તેં રોપેલા મોગરામાં અવાર-નવાર ઉગતાં ફૂલ આજે પણ મારા શ્વાસ મહેકાવે છે...
બેઠાં-બેઠાં ચિંતા થઈ ગઈ, મચ્છર માર્યું, હિંસા થઈ ગઈ. . દિલમાં આયાતોની મોસમ, આંખો ભગવતગીતા થઈ ગઈ. . માણસથી મન મોટું થઈ ગ્યું, મનથી મોટી ઈચ્છા થઈ ગઈ. . છે કૈં માણસ જેવી ચિંતા ? કૂતરાની પણ ઈર્ષા થઈ ગઈ. . બગલા કાકા બાવો થઈ ગ્યા, મચ્છી કાકી શિષ્યા થઈ...
તારલાં બે ચાર પાડી મોકલે, ચાંદની એ રાત આખી મોકલે. . માગું હું તો ના ન પાડે એ કદી, હોય ના પાસે તો માગી મોકલે. . સ્મિત જે આપે છે મને જાહેરમાં, આંસુની એ ભેટ છાની મોકલે. . ખ્યાલ મારી ઊંઘનો છે કેટલો! સોલણાં એ પોતે જાગી મોકલે. . પાથરીને...
હું વાંસ અને શ્ચાસની વચ્ચે છું રાધિકે, હું પ્રેમ અને પ્યાસની વચ્ચે છું રાધિકે. . કણમાં હું નિરાકાર, મદન સૌ મનનો તોય, સંસારને સંન્યાસની વચ્ચે છું રાધિકે. . શોધે જે નજર રોજ સવારે રોટી ઉકરડે, એ ભુખને ઉપવાસની વચ્ચે છું રાધિકે. . કાયમ ભુખથી ભાંભરડા દેતી ગૌરીના, હું માંસ અને...
એથી થોડું રડીને આવ્યા, હમણાં એને મળીને આવ્યા ! . દર્પણ-ઘરમાં ગયેલાં લોકો- બાહર કેવું ડરીને આવ્યાં ! . કોને માટે ઘસ્યું આ કાજળ ? કોને હૈયે વસીને આવ્યાં ? . એ ન્હોતાં તો બીજું શું કરીએ ? એનાં ઘરને અડીને આવ્યા ! . પાટાપિંડી કરો શું એની ? જે...
કોઇ પણ ધોરણ અને ધારા વગર, ભક્તને ઈશ્વર મળે માળા વગર! . ચાલશે પીધા વગર, ખાધા વગર, પણ તું જીવી નહિ શકે ભાષા વગર. . એ વિચારે દીકરી તૈયાર થઇ, બાપ કેવો લાગશે સાફા વગર! . એવું તો હાલરડે હિલ્લોળે ચડ્યું, છોકરું પોઢી ગયું હાલા વગર! . પાણી જો ઓછું...
એ સંધિને સમાસ, તને સાંભરે કે નહિ? બે નામ, એક પ્રાસ, તને સાંભરે કે નહિ? . સીધા ચડાણ બાદ કબૂલાત પ્રેમની, બચપણનો એ પ્રવાસ, તને સાંભરે કે નહિ? . ને સ્ત્રોત લાગણીનો થઈ કો’ ઝરણ સર્યું, છલકી ગયા બે શ્વાસ, તને સાંભરે કે નહિ? . સ્પર્શે ફરી વળ્યાં’તા ન્યૂટનના બધાં...
બોલ શું કરું હું તારી માફીનું? એને કુંડામાં નાખી ફૂલ ઉગાડી શકાય? ચૂરણ બનાવી ફાકી જાવ તો ભૂખ ઉઘડે ખરી? કે પછી અથાણું નાખું અને મુકું જીભ પર તો વિક્ષુબ્ધ થઇ ગયેલી સ્વાદગ્રંથિઓ જાગી જાય ખરી? એમાંથી કલોરોફીન બને ખરું? એમાંથી ઓક્સિજન બને ખરો? લોહી બનાવી શકાય? એના...
તને મળ્યાં પછી તારી આંખમાંથી એક પંખી ઉડીને આવ્યું; મારી પાછળ… પાછળ… બેસી ગયું છે ઝાડ પર; ઝૂલાવ્યાં કરે છે મારી બધીય ડાળ. માળો બાંધી દીધો છે મારા પોપચાં નીચે. છોડ્યા કરે છે – મારા ગાલ પર, ગુલાબી ટહુકા…! એણે ચાંચ વડે ખેંચી રાખ્યા છે – મારા...
દર મહિને નિયમિત અંક મેળવવા માટે ‘પંખ’ના સબસ્ક્રાઇબર બનો.