
મારી જ ભીતરે છતાં મારાથી ગુપ્ત છે ચર્ચાય સઘળુ મધ્યમાં કાંઠાથી ગુપ્ત છે . છે ટેરવાં અજાણ અને સોય પણ બધિર સંધાઈ જે ગયું છે એ ટાંકાથી ગુપ્ત છે . થડની અબોલ ચીસ કુહાડીએ સાંભળી પણ ધાર જાણતી બધું હાથાથી ગુપ્ત છે . ઉંબર, દીવાલ, દ્વાર બધા મૌન થઇ ગયાં...
દર મહિને નિયમિત અંક મેળવવા માટે ‘પંખ’ના સબસ્ક્રાઇબર બનો.