
બેઠાં-બેઠાં ચિંતા થઈ ગઈ, મચ્છર માર્યું, હિંસા થઈ ગઈ. . દિલમાં આયાતોની મોસમ, આંખો ભગવતગીતા થઈ ગઈ. . માણસથી મન મોટું થઈ ગ્યું, મનથી મોટી ઈચ્છા થઈ ગઈ. . છે કૈં માણસ જેવી ચિંતા ? કૂતરાની પણ ઈર્ષા થઈ ગઈ. . બગલા કાકા બાવો થઈ ગ્યા, મચ્છી કાકી શિષ્યા થઈ...
એથી થોડું રડીને આવ્યા, હમણાં એને મળીને આવ્યા ! . દર્પણ-ઘરમાં ગયેલાં લોકો- બાહર કેવું ડરીને આવ્યાં ! . કોને માટે ઘસ્યું આ કાજળ ? કોને હૈયે વસીને આવ્યાં ? . એ ન્હોતાં તો બીજું શું કરીએ ? એનાં ઘરને અડીને આવ્યા ! . પાટાપિંડી કરો શું એની ? જે...
કોઇ પણ ધોરણ અને ધારા વગર, ભક્તને ઈશ્વર મળે માળા વગર! . ચાલશે પીધા વગર, ખાધા વગર, પણ તું જીવી નહિ શકે ભાષા વગર. . એ વિચારે દીકરી તૈયાર થઇ, બાપ કેવો લાગશે સાફા વગર! . એવું તો હાલરડે હિલ્લોળે ચડ્યું, છોકરું પોઢી ગયું હાલા વગર! . પાણી જો ઓછું...
દર મહિને નિયમિત અંક મેળવવા માટે ‘પંખ’ના સબસ્ક્રાઇબર બનો.