પોતાનો ફોન ક્યારેય વેચવો નહી…

ગદ્ય વિજ્ઞાન અને ટેકનોલોજી 3951

ગશે કે આ એકદમ ઉપરછલ્લી માહિતી જ છે તો હા અહીં જે રજૂઆત કરવા જઈ રહ્યો છું એ એ રજુઆતનો મુખ્ય ઉદ્દેશ્ય એક અઘરી અને અગત્યની ટેકનીકલ વાતને શક્ય એટલા ઓછા અને સરળ શબ્દોમાં જેનો ટેકનોલોજી સાથે કોઈ જ સીધો સંબંધ નથી એવા લોકો સમજી શકે એવો છે. આ વાત એવા લોકો માટે છે જેમના ખિસ્સામાં મોબાઈલ છે પરંતુ મોબાઈલના ઉપયોગ સિવાયનું ટેકનીકલ જ્ઞાન ધરાવતા નથી.

આખી વાતનો સાર કહી દઉં છું, ખુલાસા પછી વાંચજો. કેટલી પણ કિંમત ભલે મળે, પણ પોતાનો ફોન ક્યારેય વેચવો નહી. ક્યારેય નહી.! અને આ આ વિષય પર લખવાની પ્રેરણા થોડા દિવસ પહેલા ઈન્ટરનેટ પર જોયેલ ‘ડ્યુરેક્સ કોન્ડોમ’ની એક જાહેરખબર પરથી મળી છે. હવે આખી વાત સમજીએ.

આજે આપણે ડેટા સાચવવા જેટલા પણ સ્ટોરેજ ડીવાઈસ વાપરીએ છીએ એ બધા જ ડીઝીટલ ટેકનોલોજી પર કામ કરે છે જેમાં ડેટા સાચવવા માત્ર “૦” અને “1” એમ બે જ અંકોની જરૂર પડે છે. અને આ પ્રકારે ડેટા સાચવવા જે-તે સ્ટોરેજ ડીવાઈસમાં માત્ર અમુક માત્રનો વિદ્યુત પ્રવાહ પસાર કરીને આ “0” કે “1” સેટ કરવાનું રહે છે જેણે આપને રોજીંદા જીવનમાં “મેમરી” કહીએ છીએ. અને આ કામ કરવા માટે આપણે અત્યારે સારામાં સારી ગુણવતાના પ્રોસેસર વાપરતા થયા છીએ. ખરેખર તો આપણે ડેટા “સ્ટોર” કરીએ છીએ છતાં રોજીંદા જીવનમાં આપણે “સ્ટોરેજ”ને બદલે “મેમરી” શબ્દ વાપરીએ છીએ એ પણ એકદમ સચોટ જ છે. મેમરીનું કામ છે યાદ રાખવાનું અને એ સાચે યાદ રાખે પણ છે.

આપણે ફોન કે કમ્પ્યુટરમા કોઇપણ ફાઈલ ડીલીટ કરીએ ત્યારે જે-તે ફાઈલ ડીલીટ થવાને બદલે આપણને કમ્પ્યુટર કે ફોનના રીસાઈકલ બિન કે ટ્રાશ જેવા ફોલ્ડરમાં જોવા મળે છે અને જો ત્યારબાદ પણ આપણને એ ફાઈલની જરૂર ના હોય તો આપણે એ ફાઈલને કાયમી ધોરણે ડીલીટ કરીને કોઈ ડેટા ભૂંસી નાખ્યાનો સંતોષ અનુભવતા હોઈએ છીએ. પણ વાસ્તવમાં એવું બનતું નથી. આપને ભલે “ડીલીટ પરમેનન્ટલી” એવા ઓપ્શનને ટીક કરીને કોઈ ફાઈલ ડીલીટ કરતા હોઈએ પણ ખરેખર પરમેનન્ટ ડીલીટ જેવું કશું હોતું જ નથી.

કમ્પ્યુટર ટેકનોલોજીમાં એક શબ્દ છે “ડેટા રીકવરી” અને નામ પ્રમાણે જ કામ કરે છે આ તકનીક. તમારો ડીલીટ થઇ ગયેલો ડેટા પાછો લાવી શકાય છે. સાધારણ કેસમાં તો ઈન્ટરનેટ પર એવા ફ્રી સોફ્ટવેર મળે છે જે તમારા ફોન-મેમરીકાર્ડ કે બીજા કોઇપણ સ્ટોરેજ ડીવાઈસમાંથી ડીલીટ થઇ ગયેલો ડેટા પાછો લાવે છે. પણ આજકાલ ટેકનોલોજી ખૂબ જ આગળ વધી ગઈ છે અને ડેટા રીકવરી માટે જ્યાં સોફ્ટવેર કામ નથી લાગતા ત્યાં હાર્ડવેરનો ઉપયોગ કરીને પણ ડેટા પાછો લાવી શકાય છે. દરેક ટેકનોલોજીનો ઉદ્દેશ્ય સારો જ હોય છે પણ એ પછી એ બેધારી તલવાર બની જતી હોય છે. ડેટા રીકવરી આકસ્મિક સંજોગોમાં ડીલીટ થયેલ ડેટાને પાછો મેળવવા અને ખાસ કરીને ફોરેન્સિક ઇન્વેસ્ટીગેશનમા ઉપયોગી ટેકનોલોજી છે પણ જેમ દરેક ટેકનોલોજી સાથે થાય છે એમ આ ટેકનોલોજીનો ઉપયોગ પણ હવે એટલા જ નબળા કામો માટે થાય છે.

હવે પછી દરેક લાઈન વાંચતા પહેલા યાદ રાખો કે એક-બે-પાચ-દસ વખત ફોરમેટ કરેલ મેમોરી ડીવાઈસમાંથી પણ ડેટા પાછો લાવી શકાય છે. એક નહી તો બીજો સોફ્ટવેર અને સોફ્ટવેર નહી તો કોઈ હાર્ડવેર આ કામ કરી જ આપે. અત્યારે તો બળી ગયેલી કે તૂટેલી હાર્ડડિસ્કમાંથી પણ ડેટા પાછો મેળવી શકાય છે, બસ સમય, સંસાધન અને પૈસા જોઈએ. માનો કે તમે તમારો મોબાઈલ ફોન વેચતા પહેલા ફોરમેટ કરો છો અને કોઈ વ્યક્તિને સારી કિંમતે વેચી નાખો છો. તમને એવું લાગે છે કે તમે બધું ફોરમેટ કર્યું છે પણ ખરેખર એ બધું પાછું લાવી શકાય છે.

આટલું વાંચ્યા સુધીમાં તમને એમ વિચાર આવ્યો હોય કે હા અહીં બેન્કિંગ અને ઈમેલના પાસવર્ડની સિક્યોરીટીની વાત ચાલે છે પણ હવે આજના સમયમાં પૈસા કરતા પણ વધુ ખાતરમાં તમે પોતે હોવ છો. આજકાલ આપણા ફોનમાં પૈસા કરતા પણ વધુ સેન્સેટીવ કહી શકાય એવા ફોટોસ રહેતા હોય છે અને માની લોકો ફોટોસ “સેન્સેટીવ” ના હોય તો પણ ડીઝીટલ ફોર્મેટના ફોટોના એક-એક પીક્સેલમાં ધાર્યો ફેરફાર કરી જેવો જોઈએ એવો ફોટો બનાવી શકાય બસ તમારી પાસે પૂરતા ફોટોસ હોવા જોઈએ. આ વાતને ઉદાહરણથી સમજવી હોય તો માની લો કે કોઈ સ્ત્રીમિત્રના અલગ અલગ એન્ગલથી લેવાયેલા ઘણા બધા ફોટોસ હોય તો એમાં ચહેરા કે શરીર બદલી જેવા જોઈએ એવા ફોટોસ બનાવી શકાય. ખૈર એવી મહેનત તો કોઈ ના જ કરે પણ ભૂલેચૂકે પણ જો તમે તમારી અંગત પળોને તમારા મોબાઈલમાં સાચવેલ હોય તો તમારા માટે એ ગંભીર પરિણામો લાવી શકે છે. તમે કલ્પના કરી શકો કે તમારી અંગત પળોના ફોટો જો ભૂલથી પણ કોઈના હાથમાં જાય તો આજકાલ આ સોશિયલ મીડિયાના સમયમાં એને ફેલાતા દસ મિનીટ કરતા વધુ સમય લાગશે નહી અને સૌથી ખરાબ વાત કે આ ફેલાવો “ઈરીવર્સીબલ” છે એટલે કે તમે આ નુકશાનની ભરપાઈ કરી જ ના શકો.

એક માત્ર સારી વાત એ છે કે આ કામ સરળ પણ નથી અને સસ્તું પણ નથી. માત્ર સારું ટેક્નીકલ નોલેજ અને સારી ટેકનોલોજી ધરાવતા લોકો જ આ કામ કરી શકે છે એટલે આવું કામ કરવાવાળા ઓછા મળશે પણ જયારે કોઈ વ્યક્તિ ઈરાદાપૂર્વક તમારા જૂના મોબાઈલમાંથી ડેટા ચોરવા માંગતો હોય ત્યારે કદાચ એ આવા એક્સપર્ટને પૈસા આપીને પોતાનું ધાર્યું કરાવી શકે છે. એટલે આ યુગમાં જો તમને ખરેખર તમારી પ્રાયવસીની ફિકર હોય તો ધ્યાન રાખો કે તમારો ફોન ક્યારેય વેચવો નહી.

Vipul Hadiya (વિપુલ હડિયા)

Vipul Hadiya (વિપુલ હડિયા)

Made with by cridos.tech