‘પંખ’ જૂના સાહિત્યને સાથે રાખીને નવા સાહિત્યને પોંખતું ને અલગ-અલગ ફીલ્ડમાં કામ કરતા ગુજરાતી યંગસ્ટર્સનું એક ગ્રુપ છે. ટીમમાં અમુક ડોક્ટરો છે, અમુક એન્જીનીયરો છે. અમારા વચ્ચે એક વાત કોમન છે : ગુજરાતી હોવાનું ગૌરવ.
મુશ્કેલી ભરેલો આ સમય આપણને એક જ વાત શીખવી રહ્યો છે કે, આપણે ઈશ્વરની 'કઠપૂતળી'થી વિશેષ કશું જ નથી. આપના તથા આપના પરિવારજનોના સારા સ્વાસ્થ્યની કામના કરતા અમે 'પંખ'નો આ ચાલીસમો અંક આપના હાથમાં સોંપીએ છીએ. અંક વાંચી એનો પ્રતિભાવ ચોક્કસથી આપજો અને મિત્રોને મોકલજો.
ભારત વર્ષોથી ‘રીતિરિવાજોનો દેશ’ રહેતો આવ્યો છે. પુરાણકાળથી ઘણી બધી પ્રથાઓ ભારતમાં જ શરુ થઈ અને ભારત માં જ પતી ગઈ! જેમકે દહેજ પ્રથા, બાળલગ્ન, પડદા પ્રથા વગેરે. આ બધી પ્રથાઓ બંધ કરાવવા પાછળ કોઈને કોઈ ‘ક્રાંતિ’ જવાબદાર રહી છે. છેલ્લી જે પ્રથા મોટાપાયે નાબુદ થઈ એ પ્રથા હતી મિસકોલ-પ્રથા!...
દર મહિને નિયમિત અંક મેળવવા માટે ‘પંખ’ના સબસ્ક્રાઇબર બનો.