‘તમસો મા જ્યોતિર્ગમય’- આ ભારતીય સંસ્કૃતિને વરીને આપણે આ દીપોત્સવી પર્વથી અંતરનાં અંજવાળા સુધી પહોંચી શકીએ, એવી શુભેચ્છાઓ સાથે સૌ વાચકમિત્રોને આગોતરા નૂતન વર્ષાભિનંદન…
‘પંખ’નો ત્રેસઠમો અંક વાંચીને તમે એક ટકો પણ ગુજરાતીની નજીક, એક ટકો પણ જ્ઞાનની નજીક અને એક ટકો માણસાઈની નજીક જશો, તો પણ અમારી મહેનત વસુલ થશે.
પૃથ્વી આપણો ભાર ઊંચકે છે, એ તો બરાબર; પણ પૃથ્વી પર ક્યાંક આપણે સાચે ભાર તો નથી બન્યા ને? એ સવાલ ખુદને પૂછો અને આ અંક વાંચો.
ઉનાળાની ગરમીથી આખા શરીરને તો નહીં, પણ આંખો અને હૃદયને ઠંડો કરતો ‘પંખ’નો સાઠમો અંક…
ફેબ્રુઆરી મહિનાનો અંત એટલે કે આપણી રોજીંદી જિંદગીમાં વગર પંખે સુવાથી લઈને ધીમે-ધીમે પંખો શરૂ કરવા સુધીનું પરિવર્તન. આ અંક પણ તમે ‘બે’ પર પંખો રાખીને આરામથી વાંચજો…
છપ્પન ભોગ હોય, છપ્પનની છાતી હોય કે છપ્પનમો અંક – ચર્ચાનો વિષય તો રહેવાનો. ‘પંખ’નો છપ્પનમો અંક આપની ડિજિટલ સ્ક્રીન પર….
દિવાળીની રજાઓમાં ‘પંખ’નો પંચાવનમો અંક આપ સમક્ષ હાજર છે. આ વખતે નવા વર્ષે એવો સંકલ્પ ના લઈ શકીએ, કે એક મહિનામાં ઓછામાં ઓછું એક પુસ્તક તો વાંચવું જ?! અંક પસંદ આવે તો મિત્રોને મોકલજો.
દર મહિને નિયમિત અંક મેળવવા માટે ‘પંખ’ના સબસ્ક્રાઇબર બનો.