“તમારે સાંજને સામે કિનારે જાવું હો, તો વાતચીતની હલ્લેસાં-સભર હોડી છે.” સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, ગાડી નંબર ૧૯૦૧૫. જામનગર ભણતો હોવાથી વારેવારે જામનગર-અમદાવાદ વચ્ચે ફંગોળાયા કરતો. બસનું ભાડું એટલું બધું વધારે, કે દર મહીને બસમાં મુસાફરી કરવી પોસાય એમ નહોતી. પોસાય એમ તો હતી, પણ મનમાં થયા કરતું કે, ૩૫૦-૪૦૦ રૂપિયાનું બસભાડું...
કેટલો વિશ્વાસ ઓઢી બેસવાનું હોય છે, પ્રેમમાં તો શ્વાસ ઓઢી બેસવાનું હોય છે! – હેમાંગ જોશી ડીયર ડાયરી, આજે તને ડીયર કહેવાનું કેમ મન થયું! પ્રેમનો દિવસ આવી રહ્યો છે કદાચ એટલે? કેવો વિરોધાભાસ કહેવાય નહીં! કોઈ આપણા ખુબ વ્હાલું હોય, હૃદયની તદ્દન નજીક હોય, અને છતાં એની પ્રતીતિ ત્યારે...
ધારો કે, તમારાથી એકાદ વર્ષ નાની એક કઝીન સિસ્ટર છે, જેની સાથે તમારે સારું બને છે. તમે એની સાથે બધું શેર કરી શકો છો અને એ પણ તમને કંઈ કહેતા અચકાતી નથી. તમે બન્ને કઝીન્સ કમ અને બેસ્ટ ફ્રેન્ડ વધારે છુઓ. એ જયારે એના એક બીજા ફેમિલી રીલેટીવ્સને ત્યાં વેકેશનમાં...
સાંજની લાલિમા આભથી નીતરીને ધરતી પર ફેલાઈ રહી હતી.પંખીઓના ઝુંડ કલરવ કરતા કરતા ઝપાટાભેર પોતપોતાના માળા ભણી ઉડી રહ્યા હતા. કોઈ સનસેટ-પોઈન્ટને પણ શરમાવે એવો લાલઘૂમ સૂર્ય ક્ષિતિજમાં સમાઈ રહ્યો હતો. દ્રશ્ય એટલું આહલાદક હતું કે ઘરે પરત ફરનારા બે ઘડી વિચારમાં પડી જતા કે, “શું આ આપણું જ ઘોંઘાટીયું...
રોજ તો એ ફૂલવાળા રાવજીકાકા સાંજે ધંધો કરીને આવે ત્યારે, પોતાની પાસે ગુલાબ વધ્યા હોય, એમાંથી એક ગુલાબ એમના પત્ની રમાકાકીના માથાના અંબોડામાં ટાંકી આપે. પણ.. પણ આજે તો વેલેન્ટાઈન-ડે હતો. આજે એમના બધા ગુલાબ વેચાઈ ગયા હતા. છતાંય કાકી ખુશ હતા. કેમ કે, એમના બધા ગુલાબ…
ફિરંગીઓની વસંતઋતુ એટલે કે ફેબ્રુઆરી મહિનો ચડી આવ્યો છે. આ એ જ સમયગાળો છે જ્યારે માણસોની અંદરનો કવિ જાગી જાય છે. કોઈકને ઇમ્પ્રેસ કરવા કઢંગી શાયરીઓનો એવો તોપમારો ચલાવે ને કે પૂછો જ નઈ! અલા ભાઈ, તારે જેને સંભળાવવી હોય એને એકલીને મોકલ ને. આ વોટ્સએપ સ્ટોરીમાં મૂકીને સામૂહિક ટોર્ચર...
મોડર્ન કલ્ચર અને તેનાં કારણે બદલાતી ટેવોએ મનુષ્યજીવન અને સમગ્ર માનવસભ્યતા પર શું અસર કરી છે તે મુદ્દા પર કમેન્ટ કરતી ઘણી વાર્તાઓ લખાઈ છે. ‘ફાઇટક્લબ’ મૂવિ અને ‘મિસ્ટર રોબોટ’ ટીવી સીરિઝનાં નાયકો મનિ-ફૉકસ્ડ કન્સ્યૂમરિઝમ સામે જંગે ચડે છે જ્યારે ‘સેવન’ જેવી મૂવિમાં ખલનાયક માણસના સ્વભાવની મૂળભૂત બદીઓ – લોભ,...
બને એવું સમસ્યાઓને પણ વિસ્મય થવા લાગે, કશું અંધારામાં ઉગે, ને સૂર્યોદય થવા લાગે. – ગની દહીંવાલા એકવાર એક માણસ રસ્તેથી પસાર થતો હતો અને તેણે જોયું કે સામે બે-ચાર હાથીઓનું નાનું ટોળું હતું. આ ટોળામાંના હાથીઓને પગથી માત્ર એક દોરડા વડે બાંધીને રાખવામાં આવ્યા હતા. આ જોઇને એને ઘણું...
દર મહિને નિયમિત અંક મેળવવા માટે ‘પંખ’ના સબસ્ક્રાઇબર બનો.