
એક હાથમાં મસાલેદાર ગરમ ચાનો કપ અને બીજા હાથમાં તમારા સ્માર્ટ-ફોનમાં ‘પંખ’નો આ બાવનમો અંક – વરસાદને હેલ્લો કરવા આનાથી વધુ સારું કોમ્બિનેશન હોય શકે?
આ વર્ષે પણ શિક્ષણમાં ચાલતા ઓનલાઇન ‘સ્ક્રીનખંડો’, વરસાદના આગમન તથા આખા દેશમાં સામાજિક, રાજકીય અને આર્થિક અનિશ્ચિતતા અને અફરાતફરીના મહાસંગ્રામ વચ્ચે ‘પંખ’નો એકાવનમો અંક આપની સમક્ષ હાજર છે.Stay safe and healthy.
રસ્તાઓ અચાનક ક્યાંક મળી જાય, ને પછી ક્યાંક છૂટાં પણ પડી જાય. માણસોનું પણ એવું જ! ‘પંખ’નો ઓગણપચાસમો આ અંક વાંચો અને પસંદ આવે તો મિત્રોને પણ મોકલો.
આ સદીના અત્યાર સુધીના સૌથી યાદગાર વર્ષનો અંતિમ અંક. ડિસેમ્બરની ઠંડીમાં દેશી ગોદડું ઓઢીને વાંચજો જરૂર.
‘પંખ’ના વિચારને પાંચ વર્ષ પૂર્ણ થયા. ‘બાળ દિવસ’ અને દિવાળીની રાત્રે શુભ ઘડીએ આ અંક લોન્ચ થઈ રહ્યો છે. આવનારો સમય તમારા માટે શુભ રહે, એવી ટીમ ‘પંખ’ વતી શુભેચ્છાઓ.
નવરાત્રીને આડે થોડા દિવસ બાકી છે અને વિશ્વના ઇતિહાસમાં કદાચ સૌપ્રથમ ગુજરાતીઓના ગરબા પર પ્રતિબંધની ફરજ પડાવવા કોરોના સફળ થયો છે, એટલે ગુજરાતીઓ તો એને હંમેશા દાઢમાં રાખશે. પણ સારું સ્વાસ્થ્ય એ આપણી પ્રથમ જરૂરિયાત અને પ્રાથમિકતા છે. ‘પંખ’ના આ પિસ્તાલીસમાં અંકને વાંચો અને વંચાવો. સ્વસ્થ રહો, સુરક્ષિત રહો
વરસાદની ઋતુ હવે લગભગ પૂર્ણ થવાને આરે છે. ધીમે-ધીમે ઠંડી પગપેસારો કરશે. પણ કોઈ ઋતુમાં કોઈ વ્યક્તિ સાથેની આપણી યાદો ક્યારેય પૂર્ણ થાય છે ખરી? એણે તો આપણી અંદર કાયમી પગપેસારો કરી લીધેલો જ હોય છે. કવરપેજમાં પણ એવું જ કંઈક દેખાય છે ને? ‘પંખ’નો સપ્ટેમ્બર મહિનાનો આ અંક વાંચજો...
ગણેશજીની સ્થાપના પહેલા એમનું વિસર્જન દર્શાવતું કવરપેજ થોડું અજુગતું જરૂર છે. પણ ‘જવું’ એ ખરેખર ‘જવું’ હોતું જ નથી. વાત ગણેશજીની હોય કે આપણી, આજે, આ ક્ષણે થઈ રહેલી પ્રત્યેક ઘટનાઓ આપણી સાથે હંમેશા જોડાયેલી જ રહે છે. પાછલા બે અંકની જેમ આ અંક સ્પેશિયલ વિષય પર નથી, પણ સ્પેશિયલ...
દર મહિને નિયમિત અંક મેળવવા માટે ‘પંખ’ના સબસ્ક્રાઇબર બનો.
દર મહિને નિયમિત અંક મેળવવા માટે 'પંખ'ના સબસ્ક્રાઇબર બનો.