શિલ્પથી નમણી તું પંડે પાતળી છે, હોઠ પર લીધી તો લાગ્યું વાંસળી છે. . આંખ,પાંપણ બહાર ક્યાય પગ ન મુકે, કેટલી તારા વગર એ પાંગળી છે! . એક નજરે આખું ઘર જોતું રહે છે, તું ગરીબ ઘરમાં બચેલી તાંસળી છે. . જોઇને સહસા તને ઝૂક્યું છે મસ્તક, તું તિલક કરવા...
રોજનો સંગાથ છે, આ હાઇવે તોય સાલો ત્રાસ છે, આ હાઇવે . જ્યાં અકસ્માતો થતા દરરોજના, કો’ક નો તો શ્રાપ છે, આ હાઇવે. . ગામડા તો ત્યાં જ સડવાના સદા, શ્હેર માટે લાભ છે, આ હાઇવે. . ચોતરફ વિસ્તાર પામે છે છતાં, તોય ક્યાં પર્યાપ્ત છે, આ હાઇવે. . રોજ...
એમ એ ઉભા છે પ્હેરી ઘરચોળું, હું બેઠો હૈયે ઉછેરી ઘરચોળું. . રાત આખી ચાંદ ઓઢીને આવી, ચાંદનીમા જાણે વેરી ઘરચોળું. . સ્પર્શ એ રીતે મુકી ગ્યા શ્વાસોમાં, લ્યો, હથેળીમાં ઉમેરી ઘરચોળું. . રાત નાગણ થઈને ડંખે છાતીએ, અંગ ભીંસે કેવું ઘેરી ઘરચોળું. . ચાર કાંધે એ સુતુ સન્નાટો થઈ, ...
બેઠાં-બેઠાં ચિંતા થઈ ગઈ, મચ્છર માર્યું, હિંસા થઈ ગઈ. . દિલમાં આયાતોની મોસમ, આંખો ભગવતગીતા થઈ ગઈ. . માણસથી મન મોટું થઈ ગ્યું, મનથી મોટી ઈચ્છા થઈ ગઈ. . છે કૈં માણસ જેવી ચિંતા ? કૂતરાની પણ ઈર્ષા થઈ ગઈ. . બગલા કાકા બાવો થઈ ગ્યા, મચ્છી કાકી શિષ્યા થઈ...
તારલાં બે ચાર પાડી મોકલે, ચાંદની એ રાત આખી મોકલે. . માગું હું તો ના ન પાડે એ કદી, હોય ના પાસે તો માગી મોકલે. . સ્મિત જે આપે છે મને જાહેરમાં, આંસુની એ ભેટ છાની મોકલે. . ખ્યાલ મારી ઊંઘનો છે કેટલો! સોલણાં એ પોતે જાગી મોકલે. . પાથરીને...
હું વાંસ અને શ્ચાસની વચ્ચે છું રાધિકે, હું પ્રેમ અને પ્યાસની વચ્ચે છું રાધિકે. . કણમાં હું નિરાકાર, મદન સૌ મનનો તોય, સંસારને સંન્યાસની વચ્ચે છું રાધિકે. . શોધે જે નજર રોજ સવારે રોટી ઉકરડે, એ ભુખને ઉપવાસની વચ્ચે છું રાધિકે. . કાયમ ભુખથી ભાંભરડા દેતી ગૌરીના, હું માંસ અને...
એથી થોડું રડીને આવ્યા, હમણાં એને મળીને આવ્યા ! . દર્પણ-ઘરમાં ગયેલાં લોકો- બાહર કેવું ડરીને આવ્યાં ! . કોને માટે ઘસ્યું આ કાજળ ? કોને હૈયે વસીને આવ્યાં ? . એ ન્હોતાં તો બીજું શું કરીએ ? એનાં ઘરને અડીને આવ્યા ! . પાટાપિંડી કરો શું એની ? જે...
કોઇ પણ ધોરણ અને ધારા વગર, ભક્તને ઈશ્વર મળે માળા વગર! . ચાલશે પીધા વગર, ખાધા વગર, પણ તું જીવી નહિ શકે ભાષા વગર. . એ વિચારે દીકરી તૈયાર થઇ, બાપ કેવો લાગશે સાફા વગર! . એવું તો હાલરડે હિલ્લોળે ચડ્યું, છોકરું પોઢી ગયું હાલા વગર! . પાણી જો ઓછું...
એ સંધિને સમાસ, તને સાંભરે કે નહિ? બે નામ, એક પ્રાસ, તને સાંભરે કે નહિ? . સીધા ચડાણ બાદ કબૂલાત પ્રેમની, બચપણનો એ પ્રવાસ, તને સાંભરે કે નહિ? . ને સ્ત્રોત લાગણીનો થઈ કો’ ઝરણ સર્યું, છલકી ગયા બે શ્વાસ, તને સાંભરે કે નહિ? . સ્પર્શે ફરી વળ્યાં’તા ન્યૂટનના બધાં...
મારી જ ભીતરે છતાં મારાથી ગુપ્ત છે ચર્ચાય સઘળુ મધ્યમાં કાંઠાથી ગુપ્ત છે . છે ટેરવાં અજાણ અને સોય પણ બધિર સંધાઈ જે ગયું છે એ ટાંકાથી ગુપ્ત છે . થડની અબોલ ચીસ કુહાડીએ સાંભળી પણ ધાર જાણતી બધું હાથાથી ગુપ્ત છે . ઉંબર, દીવાલ, દ્વાર બધા મૌન થઇ ગયાં...
દર મહિને નિયમિત અંક મેળવવા માટે ‘પંખ’ના સબસ્ક્રાઇબર બનો.