‘પંખ’ના વિચારને પાંચ વર્ષ પૂર્ણ થયા. ‘બાળ દિવસ’ અને દિવાળીની રાત્રે શુભ ઘડીએ આ અંક લોન્ચ થઈ રહ્યો છે. આવનારો સમય તમારા માટે શુભ રહે, એવી ટીમ ‘પંખ’ વતી શુભેચ્છાઓ.
નવરાત્રીને આડે થોડા દિવસ બાકી છે અને વિશ્વના ઇતિહાસમાં કદાચ સૌપ્રથમ ગુજરાતીઓના ગરબા પર પ્રતિબંધની ફરજ પડાવવા કોરોના સફળ થયો છે, એટલે ગુજરાતીઓ તો એને હંમેશા દાઢમાં રાખશે. પણ સારું સ્વાસ્થ્ય એ આપણી પ્રથમ જરૂરિયાત અને પ્રાથમિકતા છે. ‘પંખ’ના આ પિસ્તાલીસમાં અંકને વાંચો અને વંચાવો. સ્વસ્થ રહો, સુરક્ષિત રહો
વરસાદની ઋતુ હવે લગભગ પૂર્ણ થવાને આરે છે. ધીમે-ધીમે ઠંડી પગપેસારો કરશે. પણ કોઈ ઋતુમાં કોઈ વ્યક્તિ સાથેની આપણી યાદો ક્યારેય પૂર્ણ થાય છે ખરી? એણે તો આપણી અંદર કાયમી પગપેસારો કરી લીધેલો જ હોય છે. કવરપેજમાં પણ એવું જ કંઈક દેખાય છે ને? ‘પંખ’નો સપ્ટેમ્બર મહિનાનો આ અંક વાંચજો...
ગણેશજીની સ્થાપના પહેલા એમનું વિસર્જન દર્શાવતું કવરપેજ થોડું અજુગતું જરૂર છે. પણ ‘જવું’ એ ખરેખર ‘જવું’ હોતું જ નથી. વાત ગણેશજીની હોય કે આપણી, આજે, આ ક્ષણે થઈ રહેલી પ્રત્યેક ઘટનાઓ આપણી સાથે હંમેશા જોડાયેલી જ રહે છે. પાછલા બે અંકની જેમ આ અંક સ્પેશિયલ વિષય પર નથી, પણ સ્પેશિયલ...
કૃષ્ણ-જન્મોત્સવ અને સ્વાતંત્ર્ય-દિવસ પર એક ‘ટૂંકો અને ટચ’ અંક બનાવ્યો છે. તો થોડો સમય કાઢીને આ અંક વાંચજો જરૂર. વાંચીને પછી પ્રતિભાવો પણ આપજો. – પંખ®️ e-magazine
બસમાં, ટ્રેનમાં, ઓફિસમાં, ફેક્ટરીમાં, સ્કૂલ કે કોલેજમાં, અરે તમારા ઘરમાં જ તમારી લગોલગ બેઠેલો માણસ જિંદગીના કયા પડાવમાંથી પસાર થઈ રહ્યો છે, એની જાણ છે તમને? દરેક વ્યક્તિની ભીતર એક યુદ્ધ ખેલાતું હોય છે, જેને તમે ‘અંતરયુદ્ધ’ કહી શકો. ‘પંખ’ e-magazine દ્વારા બેતાલીસમો અંક આ જ વિષય પર સર્જાયો છે....
લોકડાઉન થોડુંક ‘અનલોક’ થયું છે, ગુજરાતમાં વરસાદનું આગમન પણ લગભગ બધે થઈ ગયું છે, ત્યારે ‘પંખ’નો એકતાલીસમો અંક એક મસ્ત અને અર્થપૂર્ણ કવરપેજ સાથે આપ સમક્ષ હાજર છે. વાંચીને પ્રતિભાવો ચોક્કસથી આપજો અને મિત્રોને પણ મોકલજો.
મુશ્કેલી ભરેલો આ સમય આપણને એક જ વાત શીખવી રહ્યો છે કે, આપણે ઈશ્વરની 'કઠપૂતળી'થી વિશેષ કશું જ નથી. આપના તથા આપના પરિવારજનોના સારા સ્વાસ્થ્યની કામના કરતા અમે 'પંખ'નો આ ચાલીસમો અંક આપના હાથમાં સોંપીએ છીએ. અંક વાંચી એનો પ્રતિભાવ ચોક્કસથી આપજો અને મિત્રોને મોકલજો.
દર મહિને નિયમિત અંક મેળવવા માટે ‘પંખ’ના સબસ્ક્રાઇબર બનો.