સુજલ અને સુષ્મા એટલે આઠ-આઠ વરસથી બાળકની કિકિયારી સાંભળવા તરસતું કપલ. આઈ.યુ.આઈ, આઈ.વી.એફ કે દુનિયાની બીજી કોઈ પણ ટ્રીટમેન્ટ તેમની જોળીમાં બાળકનું વ્હાલ ન વરસાવી શકી. વાંઝિયાપણાએ જાણે જીવવું ઝેર કર્યું હોય એમ એક સાંજે સુષ્મા બોલી, “સુજલ! નવા વર્ષે એક સંકલ્પ લીધો.. હવે મા નથી બનવું ક્યારેય…” સુજલની આંખોમાં...
કોલેજનું કેમ્પસ આજે શણગારેલું હતું. વીસ વર્ષ પછી કોલેજની પહેલી બેચ એ જ કોલેજમાં ફરી મળવાની હતી. વર્ષો પછી સોશિયલ મિડિયાથી ભેગા થયેલા બધા હવે સદેહે મળવાના હતા. કોલેજના એ ખાટા-મીઠા સંસ્મરણો મમળાવવાના હતા! વિદેશમાં સ્થાયી થયેલા, સંજોગો વસાત ન આવી શકેલાં વિદ્યાર્થીઓ ‘ફેસબુક લાઈવ’નો લાભ લઈ શકે એ માટે...
છેલ્લા સળંગ ચાર આર્ટિકલમાં ટેકનોલોજીના સંદર્ભમાં પ્રાયવસી અને જાહેરાતોની ઘણી વાતો થઇ છે. લગભગ હવે એવું કશું નથી કે જે એ વિષય પર લખી શકાય. અને લખી શકાય તો પણ એના માટે ટેકનોલોજીના સંદર્ભમાં ખૂબ જટિલ શબ્દો પ્રયોજવા પડે. અને આવા શબ્દો વાપરીને લખેલ વાત ટેકનોલોજી સાથે ઊંડી નિસબત ના...
હેરી પોટર સિરીઝમાં જેમ વિલનનું નામ લેવાના બદલે “You-Know-Who” કે “He-Who-Must-Not-Be-Named” જેવા ફ્રેઝ વપરાય એવી રીતે કવિતામાં કોઈ ‘ડાર્ક લોર્ડ’ મહિનો હોઈ તો એ છે ડીસ… સોરી! આપણે પણ એને ‘છેલ્લો મહિનો’ કહીએ તો? આ છેલ્લા મહિનો, જે ડંખીલી ઠંડીની સાથે લઈ આવે જુના ડંખના જખમો, સુકી હવાની સાથે સુક્કી...
શબ્દ-સંપુટનાં ગયા પ્રથમ અંકમાં આપણે જોયું કે, એક ગોરો અંગ્રેજ યુવાન કે જેને ગુજરાતમાં વિકાસનું કાર્ય કરવું હતું, પરંતુ એ માટે ગુજરાતી શીખવું જરૂરી હતું. જેના માટે આપણાં જ એક સમર્થ સાહિત્યકારે એમને એ સમયે મદદ કરી. કોણ હતા એ ? અને કઈ રીતે તેઓએ ગુજરાતમાં ઐતિહાસિક કાર્યો અને સિદ્ધિઓને...
ગશે કે આ એકદમ ઉપરછલ્લી માહિતી જ છે તો હા અહીં જે રજૂઆત કરવા જઈ રહ્યો છું એ એ રજુઆતનો મુખ્ય ઉદ્દેશ્ય એક અઘરી અને અગત્યની ટેકનીકલ વાતને શક્ય એટલા ઓછા અને સરળ શબ્દોમાં જેનો ટેકનોલોજી સાથે કોઈ જ સીધો સંબંધ નથી એવા લોકો સમજી શકે એવો છે. આ વાત...
છેવટે પ્રતાપરાય થાક્યા. પેન વચ્ચે મૂકી એમની લાલ ડાયરી બંધ કરી. થાકેલી આંખોને સહેજ દબાવી અને ઘડિયાળ તરફ જોયું. સવારના સાડા ચાર થયેલા. આ નવલકથા લખવામાં તેઓ એટલા ગળાડૂબ થઈ ગયેલા કે સતત કલાકોના કલાક એની પાછળ કાઢી નાખતા. ‘આ વાર્તા એવી બનશે કે વાંચનારને મૂકવાનું મન નહીં થાય.’ મનમાં...
ઘરમાંથી બા-બાપુજીના ફોટા ઉતાર્યાં. બાપુના ફોટામાં એમનો ચહેરો પ્રતિબિંબિત થયો, જાણે આબેહુબ બાપુજી. પરિસ્થિતિએ એને પણ બાપુજીની જગ્યાએ લાવીને મૂકી દીધો આજે. ફોટાને બેગમાં મૂક્યાં. ગામના ઘરમાં દિવાલ પર ખીલી મારી, લાકડાની પટ્ટી પર ત્રાંસા રહે એમ તારથી બાંધેલા ફોટા જોતો ત્યારે એમ લાગતું કે જાણે હમાણાં આવીને બા-બાપુજી એને...
વૈભવી અને રંગીન રાજવી જીવન જીવતો રાજા એટલે વેન. તેના શાસનમાં સજ્જનોને ધિક્કારવામાં આવતા અને દુર્જનોને સત્કારવામાં આવતા. એક વખત ઋષિઓએ કહ્યું, “મહારાજ.. જો અમે દોષી જ હોઈએ તો આજથી કર્મકાંડ પણ છોડી દઈએ, પણ અમને હવે શાંતિનો રોટલો ખાવા દો.” વેનનો ત્રાસ યથાવત રહ્યો. શિકાર માટે નીકળેલો વેન એક...
What doesn’t kill you, makes you stronger. – Kelly Clarkson ચાણક્ય. અખંડ ભારતના પ્રણેતા. મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યને જેમણે શોધ્યો, તૈયાર કર્યો અને સમ્રાટ થવાને લાયક બનાવીને મગધની ગાદીએ બેસાડ્યો, એવા મહાન ગુરુ. કુટનીતિમાં એમનો કોઈ જોટો જડે એમ નથી. ચાણક્ય ‘न भूतो, न भविष्यति’ છે. કેમ કે, મગધ જેવા...
દર મહિને નિયમિત અંક મેળવવા માટે ‘પંખ’ના સબસ્ક્રાઇબર બનો.