અર્થતંત્રના ‘અ’ સાથેય જે આમ આદમો-ઈવોને બાર ગાઉનું છેટું હોય, એમના કાન પર સતત એક વાક્યનો પ્રહાર કરાય છે, યા તો એમ કહો કે એ વાક્ય સતત બ્લેકમેઇલિંગની ભાષામાં વપરાય છે; અર્થતંત્ર તાજુંતમ રાખવા માટે પૈસો સતત ફરતો રહેવો જોઈએ. પરંતુ બિલ્યન ડોલર ક્વેશ્ચન એ કે, જનસામાન્યની તન વત્તા મન-દુરસ્તીનું...
ડીયર ડાયરી, કલમ હાથમાં લઉં અને સંવેદનાઓ જાણે ટેરવા પર ઝંકૃત થઈ ઉઠે છે. એવું લાગે છે જાણે લાગણીશીલ હોવું એ માત્ર એકાંતમાં ભજવાતો ભાગ છે, સંવેદનશીલ હોવું એ દુનિયાદારીનો હિસ્સો નથી માત્ર ડાયરી પર આવતી સચ્ચાઈ છે.. શું ખરેખર સંવેદનશીલ હોવું એ નબળાઈ છે? એક-એક ક્ષણ જાણે એક દિવસ...
તન તરકટ, તન તીર છે મન મરકટ, મન મીર તનમનને ફેંકી ફરે તેનું નામ ફકીર! – મકરંદ દવે ડીયર ડાયરી, આ પંક્તિના સ્મરણથી સવાર જાગી. તન-મનનો કોઈ અંદેશ ના હોય જેને એ જ ફકીર. પણ તનને સુંદરતાનો મોહ છે, અને મનને પ્રેમનો મોહ છે, તો શું શરીરનું કોઈ મોહવિહીન બોલકું...
આજે મારે વાત કરવી છે અમદાવાદની, સુરતની અને આ ગુજરાત પ્રદેશના ઇતિહાસની, ખાસ એક એવી વ્યક્તિની કે જે આ પ્રદેશનો ન હોવા છતાં તથા ગુજરાતી પણ જાણતો ન હોવા છતાં કઈ રીતે પોતાની નિષ્ઠાથી આ સાંસ્કૃતિક વારસાને આગળ વધારી ગયો એ વિષયની. ચાલો તો શરુ કરીએ આપણી આ સફર… ૧૯૪૭ પહેલાં...
શબ્દ-સંપુટનાં ગયા પ્રથમ અંકમાં આપણે જોયું કે, એક ગોરો અંગ્રેજ યુવાન કે જેને ગુજરાતમાં વિકાસનું કાર્ય કરવું હતું, પરંતુ એ માટે ગુજરાતી શીખવું જરૂરી હતું. જેના માટે આપણાં જ એક સમર્થ સાહિત્યકારે એમને એ સમયે મદદ કરી. કોણ હતા એ ? અને કઈ રીતે તેઓએ ગુજરાતમાં ઐતિહાસિક કાર્યો અને સિદ્ધિઓને...
એમની અને એમણે સર્જેલી વાર્તાઓની વાત માંડીએ તો આજીવન મારી કોલમને વિષયવસ્તુ મળી રહે, એવું કહેવામાં અતિશયોક્તિ નથી. સમસંવેદનાની શાહીથી માનવમન અને જીવનની સંકુલતામાંથી જન્મેલી વાર્તાઓ સર્જી શબ્દસાધનામાં સર્વદા રત રહેલા ‘વર્ષા અડાલજા’નું પ્રગલ્ભ અને પ્રતિભાશાળી વ્યક્તિત્વ પારકાંને ક્ષણભરમાં પોતીકા કરવાની ક્ષમતા ધરાવે છે. એમનાં વાર્તાસંગ્રહ ‘તું છે ને!’ની વાર્તા...
શબ્દસંપુટનાં ગયા બે અંકમાં આપણે જોયું કે, એક વિદેશી યુવાન કે જેને ગુજરાતી શીખવું હતું, એને એક સાહિત્યકારે મદદ કરી. આ સતત ઉદ્યમશીલ યુવાન એટલે એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસ અને પેલા ગુજરાતી સાહિત્યકાર એટલે આપણા કવિ શ્રી દલપતરામ. ગુજરાતમાં ખરેખર જયારે સાંસ્કૃતિક પ્રચાર અને પ્રસારનો અભાવ હતો ત્યારે એ અંગ્રેજે ગુજરાતને આપેલી ઉપલબ્ધીઓ...
કેટલો વિશ્વાસ ઓઢી બેસવાનું હોય છે, પ્રેમમાં તો શ્વાસ ઓઢી બેસવાનું હોય છે! – હેમાંગ જોશી ડીયર ડાયરી, આજે તને ડીયર કહેવાનું કેમ મન થયું! પ્રેમનો દિવસ આવી રહ્યો છે કદાચ એટલે? કેવો વિરોધાભાસ કહેવાય નહીં! કોઈ આપણા ખુબ વ્હાલું હોય, હૃદયની તદ્દન નજીક હોય, અને છતાં એની પ્રતીતિ ત્યારે...
મોડર્ન કલ્ચર અને તેનાં કારણે બદલાતી ટેવોએ મનુષ્યજીવન અને સમગ્ર માનવસભ્યતા પર શું અસર કરી છે તે મુદ્દા પર કમેન્ટ કરતી ઘણી વાર્તાઓ લખાઈ છે. ‘ફાઇટક્લબ’ મૂવિ અને ‘મિસ્ટર રોબોટ’ ટીવી સીરિઝનાં નાયકો મનિ-ફૉકસ્ડ કન્સ્યૂમરિઝમ સામે જંગે ચડે છે જ્યારે ‘સેવન’ જેવી મૂવિમાં ખલનાયક માણસના સ્વભાવની મૂળભૂત બદીઓ – લોભ,...
બને એવું સમસ્યાઓને પણ વિસ્મય થવા લાગે, કશું અંધારામાં ઉગે, ને સૂર્યોદય થવા લાગે. – ગની દહીંવાલા એકવાર એક માણસ રસ્તેથી પસાર થતો હતો અને તેણે જોયું કે સામે બે-ચાર હાથીઓનું નાનું ટોળું હતું. આ ટોળામાંના હાથીઓને પગથી માત્ર એક દોરડા વડે બાંધીને રાખવામાં આવ્યા હતા. આ જોઇને એને ઘણું...
દર મહિને નિયમિત અંક મેળવવા માટે ‘પંખ’ના સબસ્ક્રાઇબર બનો.