કંટાળી હવે હું સાવ. આ પાંચમો છોકરો જોવા માટે આવવાનો હતો. બસ એ જ રૂટીન હોય દર વખતે. ‘મહેમાન’ આવે એટલે અંદરથી ટ્રે લઈને પાણી આપવા આવવાનું, ખાસ ધ્યાન રાખવાનું કે ટ્રે ધ્રુજે નહી. પછી ‘જયશ્રીકૃષ્ણ’ કહીને પોતાની સંસ્કારિતાનો પરિચય આપવાનો. પાછું અંદર જઈને નાસ્તાની પ્લેટ્સ તૈયાર કરવાની અને બહાર...
“બોલો બેન, ખાલી છાંટવાનું છે કે બધું જ કાપી નાખું? ઝાડ પર ચઢેલ કઠિયારાએ મને પૂછ્યું. “અરે, તું તારે બધું જ વાઢી નાખ… ખાલી થડ રહેવા દેજે. એક તો વરસાદ-પાણીના દિવસો… ને મચ્છરોનો ત્રાસ થઈ ગયો છે.” હું કંટાળેલા શબ્દોમાં બોલી. “પણ મમ્મી…એમાં કેટલા બધા પક્ષીઓ રોજ આવે છે, તને...
સવારના નવ વાગ્યામાં જ શહેરી વિસ્તારના ભરચક રસ્તા ઉપર સડસડાટ ગાડીઓની આવન-જાવન શરૂ થઈ ગઈ હતી. “જો જે…સાચવજે.” મનુ હાથ પકડી પત્ની ગુંજાને સાઈટ પર લઈ ગયો. ભીલ પહેરવેશમાંય દીપી ઉઠતી ગુંજા અકળાઈ ગઈ. “તું તારે નાનકાને સાચવ. હું તો સરખી જ ચાલું છું.” મનુના હાથમાં રહેલ દીકરાને જોઈને તે...
કોલેજનું કેમ્પસ આજે શણગારેલું હતું. વીસ વર્ષ પછી કોલેજની પહેલી બેચ એ જ કોલેજમાં ફરી મળવાની હતી. વર્ષો પછી સોશિયલ મિડિયાથી ભેગા થયેલા બધા હવે સદેહે મળવાના હતા. કોલેજના એ ખાટા-મીઠા સંસ્મરણો મમળાવવાના હતા! વિદેશમાં સ્થાયી થયેલા, સંજોગો વસાત ન આવી શકેલાં વિદ્યાર્થીઓ ‘ફેસબુક લાઈવ’નો લાભ લઈ શકે એ માટે...
છેવટે પ્રતાપરાય થાક્યા. પેન વચ્ચે મૂકી એમની લાલ ડાયરી બંધ કરી. થાકેલી આંખોને સહેજ દબાવી અને ઘડિયાળ તરફ જોયું. સવારના સાડા ચાર થયેલા. આ નવલકથા લખવામાં તેઓ એટલા ગળાડૂબ થઈ ગયેલા કે સતત કલાકોના કલાક એની પાછળ કાઢી નાખતા. ‘આ વાર્તા એવી બનશે કે વાંચનારને મૂકવાનું મન નહીં થાય.’ મનમાં...
ઘરમાંથી બા-બાપુજીના ફોટા ઉતાર્યાં. બાપુના ફોટામાં એમનો ચહેરો પ્રતિબિંબિત થયો, જાણે આબેહુબ બાપુજી. પરિસ્થિતિએ એને પણ બાપુજીની જગ્યાએ લાવીને મૂકી દીધો આજે. ફોટાને બેગમાં મૂક્યાં. ગામના ઘરમાં દિવાલ પર ખીલી મારી, લાકડાની પટ્ટી પર ત્રાંસા રહે એમ તારથી બાંધેલા ફોટા જોતો ત્યારે એમ લાગતું કે જાણે હમાણાં આવીને બા-બાપુજી એને...
“તમારે સાંજને સામે કિનારે જાવું હો, તો વાતચીતની હલ્લેસાં-સભર હોડી છે.” સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, ગાડી નંબર ૧૯૦૧૫. જામનગર ભણતો હોવાથી વારેવારે જામનગર-અમદાવાદ વચ્ચે ફંગોળાયા કરતો. બસનું ભાડું એટલું બધું વધારે, કે દર મહીને બસમાં મુસાફરી કરવી પોસાય એમ નહોતી. પોસાય એમ તો હતી, પણ મનમાં થયા કરતું કે, ૩૫૦-૪૦૦ રૂપિયાનું બસભાડું...
સાંજની લાલિમા આભથી નીતરીને ધરતી પર ફેલાઈ રહી હતી.પંખીઓના ઝુંડ કલરવ કરતા કરતા ઝપાટાભેર પોતપોતાના માળા ભણી ઉડી રહ્યા હતા. કોઈ સનસેટ-પોઈન્ટને પણ શરમાવે એવો લાલઘૂમ સૂર્ય ક્ષિતિજમાં સમાઈ રહ્યો હતો. દ્રશ્ય એટલું આહલાદક હતું કે ઘરે પરત ફરનારા બે ઘડી વિચારમાં પડી જતા કે, “શું આ આપણું જ ઘોંઘાટીયું...
સુમીએ ફરી બેઠા થવા પ્રયત્ન કરી જોયો, પણ થઈ શકી નહિ. નાછૂટકે એણે બેલ મારી નર્સને બોલાવી. “પ્લીઝ.. મને વોશરૂમ સુધી લઇ જાઓ ને..” નર્સે ના પાડી, “તમને ડોકટરે બેડમાંથી ઉઠવા જ ના પાડી છે, તો તમે સમજતા કેમ નથી?” એનો અવાજ જરા ઉંચો થયો. “પણ સિસ્ટર, મારે એક પગે...
દર મહિને નિયમિત અંક મેળવવા માટે ‘પંખ’ના સબસ્ક્રાઇબર બનો.